નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર કાર્યક્રમ.

0
258

નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર કાર્યક્રમ

નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજવામાં આવ્યો હતો.

રાજપીપળા, નર્મદા, મહિલા અને બાળ વિભાગ દ્વારા કુપોષણ માં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનુ ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર ને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી એન.વી.પટેલ માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે આજે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે વેબીનાર યોજાયો હતો.

જિલ્લા બાગાયત નિયામક શ્રી એન.વી.પટેલ કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી પાડી હતી. તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન ની માંગ, કિચન ગાર્ડનના ફાયદાઓ, કિચન ગાર્ડનમાં ઉપયોગી બિયારણ, ખાતર, ઋતુ મુજબ લેવાની શાકભાજી પાકો, કુલ પાકો સહિત સરકારશ્રીની અન્ય યોજનાકીય અંગેની જાણકારી જિલ્લા મદદનીશ બાગાયત નિયામક અને બાગાયત અધિકારીશ્રીઓ દ્વારા પૂરી પાડી હતી.

ગુજરાત સરકારશ્રીના બાયસેગ સ્ટડી મારફતે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ દર સોમવારે અને મંગળવારે પ્રસારિત કરવામાં આવે છે, જેમાં આજે ધાત્રી માતા તથા કિશોરીઓને માસિક સ્ત્રાવ અને તે દરમિયાન વ્યકિતગત સ્વચ્છતા માટેની પધ્ધતિ વિષય પર ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ પર, મોબાઇલમાં જીઓ એપ મારફતે ચેનલ વંદે ગુજરાત-૧ પર અને WCD gujrat ફેસબુક પેજ પર પૂર્ણ દિવસની ઉજવણી અંતર્ગત જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

બ્યુરો રિપોર્ટ. : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here