નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં સૌથી વધુ- ૪૦ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયો.

0
53

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં સૌથી વધુ- ૪૦ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયો
____
મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
_____
જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો
____

રાજપીપલા, :- નર્મદા જિલ્લામાં તા.૨૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં સૌથી વધુ-૪૦ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૦ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં-૩૫ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૪ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં-૨૮ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૦૫ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૪૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૯૩૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૯૦૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૮૦૩ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૩૭.૯૦ મીટર, કરજણ ડેમ-૧૧૩.૯૯ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૬.૧૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here