નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ચોમાસાની સીઝનમાં ત્રીજી વાત ઓવરફલો થયો છે.

0
239

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ચોમાસાની સીઝનમાં ત્રીજી વાત ઓવરફલો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં બે દિવસથી વરસાદ વધુ પાડવાના કારણે નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ચોમાસાની સીઝનમાં સતત ત્રીજી વાત ઓવરફલો થયો છે.છેલ્લા બે દિવસથી મેઘરાજા નર્મદા જિલ્લામાં મહેરબાન થતા 24 કલાક સતત વરસાદ વર્ષી રહ્યો છે.જેમાં કરજણ ડેમના ઉપરવાસમાં આવેલ દેડિયાપાડા અને સાગવારા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કરજણ ડેમમાં પાણીની આવક વધી છે.10849 ક્યુસેક પાણીની આવક રહી છે.કરજણ ડેમની જળ સપાટી 114.28 મીટર પોહચી છે. ઝીરો લેવલ સપાટી વટાવતા કરજણ ડેમની સુરક્ષા માટે 5 જેટલા દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા.અને દરવાજા મારફતે 10000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.કરજણ નદીમાં 10000 ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે.કરજણ નદીના કાંઠાના વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવાયા છે.જેમાં ભદામ.હજરપુરા.ભચરવાડા. ધાનપુર. ધમણાચા.અને તોરણા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here