નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં બે બોગસ તબીબોને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે તબીબી આલમ માં ફફડાટ ફેલાયો છે.

0
372

ડેડીયાપાડા પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતા ફફડાટ

દેડીયાપાડા વિસ્તારમાં ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ ઉપર તવાઈ બોલાવતી દેડીયાપાડા પોલીસ

અગાઉ પણ ડેડીયાપાડા વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયા હતાનર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં બે બોગસ તબીબોને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે તબીબી આલમ માં ફફડાટ ફેલાયો છે

પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસસ્ટેશન વિસ્તારમાં કેટલાક તબીબો કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું નર્મદા પોલીસ અધિક્ષક નાઓને ધ્યાને આવેલ ત્યારે આવા બોગસ તબીબો સામે કાયદેસરના પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આધારે નાયબ પોલીસ અધીક્ષક રાજપીપલા ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.આર ડામોર ના પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી અને દેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન માડોકટર જીનલકુમાર એમ પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબોના ક્લીનીકો ઉપર રેડ કરી કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા માટે લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબો નામે મિલ્ટનભાઈ દયાલભાઇ ઠાકુર, રહે. દેડીયાપાડા ,બસ ડેપો સામે, તા. દેડીયાપાડા, જી. નર્મદા, તથા નરોત્તમભાઇ અતુલભાઇ મંડલ રહે હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે, તા.દેડીયાપાડા, જી. નર્મદા મુળ રહે, ગાયત્રી નદીર રોડ સીંગરોલી તા. જી. સીંગરોલી (મધ્ય પ્રદેશ ) નાઓને ઝડપી પાડી કુલ કિંમત રૂપીયા ૮૬,૮૪૮/- નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે કરી ઇ.પી.કો કલમ ૩૦૮ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ -૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here