નજીવા ઝઘડામાં એક વ્યક્તિને પાંચ વ્યક્તિઓએ લાકડીના સપાટા મારી ફેક્ટર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ:

0
254

નજીવા ઝઘડામાં એક વ્યક્તિને પાંચ વ્યક્તિઓએ લાકડીના સપાટા મારી ફેક્ટર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ:

ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા પણ ગામ ગામ પાડીએ છોકરાને નાહવા લઈ જવાના ઝઘડામાં એક વ્યક્તિને પાંચ વ્યક્તિ લાકડાના સપાટા મારી ફેક્ટર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા પણ ગામ ગામ છોકરાને ખાડીએ નાહવા લઈ જવાની બાબતે છોકરાને બે તમાચા મારતાં કોલીવાડા પણ ગામના પાંચ વ્યક્તિઓ એ એક વ્યક્તિને લાકડાના સપાટા મારી ફ્રેક્ચર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા પણ ગામ ની ફરિયાદી દિનેશ નાનીયા ભાઈ વસાવા રહે. કોટવાલ ફળિયું કોલીવાડા પણગામ આરોપી મિથુન ધનાભાઇ વસાવા રહે. કોલીવાડા પણ ગામ ફરિયાદી ન છોકરો મનીષભાઈ ની ખાડી નાહવા સારૂં લઈ ગયો હતો જેથી આ બાબતે ફરિયાદી મિથુન ભાઈને ઠપકો આવી ગાલ પર બે તમાચા માર્યા હતા જે બાબતે અદાવત રાખી આરોપી ધનાભાઇ મોહનભાઈ વસાવા, મિથુન ધના ભાઇ વસાવા, નટવર મોહન વસાવા, મુકેશભાઈ ખાનસીગ વસાવા ચારેય રહે. કોલીવાડા પોગામ તા. ડેડીયાપાડા જિ. નમૅદા મિથુન પ્રથમ ભાઈ વસાવા રહે. નેત્રંગ જિ. ભરૂચ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડી લઇ ફરિયાદી દિનેશ નાનીયાભાઈ વસાવાના ખેતરે ડાબો હાથ આગળ કરતાં ડાબા હાથમાં લાકડીનો એક સપાટો વાગતા ફરિયાદી નીચે પડી જતાં તમામ આરોપીઓ ભેગા થઈ ફરિયાદીને લાકડાના સપાટા મારી ફરિયાદીને ડાબા હાથમા ફેક્ટર કરી શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો તે બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દિનેશ ભાઈ નાનાભાઈ વસાવાએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તેમના વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેની તપાસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અજય ડામોર કરી રહ્યા છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here