દેશના વડાપ્રધાન દ્વારા દિવ્યાંગ પ્રત્યેનો પ્રેમ અને તેમને આપેલ વિશેષ દરજ્જો ને સાર્થક બનાવવા નર્મદા જિલ્લાના એક ગામમા ગ્રેજ્યુએટ દિવ્યાંગ જય પટેલ દ્વારા ધ્વજવંદન…
આજ રોજ 72 માં ગણ તંત્ર દિને દિવ્યાંગ ગ્રેજયુએટ યુવાન જય નિલેશ ભાઈ પટેલ રહે ગામ ધનપોર દ્વારા ધ્વજ વંદન કરાવવા માં આવ્યું આ નિમિત્તે ગામ ના સરપંચ શ્રીમતી ભારતી બેન મહેશભાઈ વસાવા અને ગામ ના લગભગ 250 ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળા ના મુખ્ય શિક્ષક શ્રી અશોક ભાઈ ડાહ્યા ભાઈ પરમાર દ્વારા માનનીય પ્રવચન આપવા આવ્યું દિવ્યાંગ જય ભાઈ યે પણ પોતાના જીવન માં જે કંઈ મુશ્કેલીઓ પડી છતાં પોતે ગ્રેજયુએટ થયા તે સંઘર્ષ ગાથા તેમણે રજૂ કરી કે જેથી અન્ય દિવ્યાંગ ને એમાંથી પ્રેરણા અને પ્રોતસાહન મળે વળી તેઓ દિવ્યાંગ હોવા છતાં રાજકીય ક્ષેત્ર માં આગળ વધવા માંગે છે તે વાત કરી શાળા ના આચાર્ય શ્રી યે પણ એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા ધ્વજ વંદન કરવી શિક્ષણ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગામના સરપંચશ્રી યે પણ પ્રોત્સાહક પ્રવચન કરી જય ભાઈ નો ઉત્સાહ વધારી જીવન માં ખુબ આગળ વધે તેવા આશિષ આપેલ છે ટૂંક માં કોવિડ 19 ની પરિસ્થિતિ ને ધ્યાને રાખી ગણતંત્ર દીન ની ઉજવણી ખુબ ઉલ્લાસ પૂર્ણ વાતાવરણ માં કરવામાં આવી