દેડીયાપાડા તાલુકા ના સોલિયા ગામ મુકામે બજરંગ સ્પોર્ટ્સ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં શિવમ ઇલેવન ડેડિયાપાડા નો ભવ્ય વિજય.
સોલિયા ગામ મુકામે બજરંગ સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું.જેમાં ૩૨ ટીમ ને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું.આ ૩૨ ટીમ અલગ અલગ જિલ્લા માં થી આવી હતી જેમાં ફાઇનલ માં ટાટા ઇલેવન તરોપા અને શિવમ ઇલેવન ડેડિયાપાડા આવી હતી.જેમાં શિવમ ઇલેવન ડેડીયાપાડા નો ભવ્ય વિજય થયો હતો જેમાં આયોજક જીવરામ અને દિનેશભાઈ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ ભારતીય જનતા પાર્ટી ના યુવા મહામંત્રી શ્રી હિતેશ ભાઈ તરફ થી પણ અલગ થી બંને ટીમ ને પ્રોત્સાહિત ઇનામ આપવા માં આવ્યું હતું.શિવમ ઇલેવન ,ડેડિયાપાડા આ નવા વર્ષ માં સતત ૨ ટુર્નામેન્ટ માં ફાઇનલ વિજેતા બની એ બદલ ડેડિયાપાડા સરપંચ રાકેશ ભાઈ દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવી અને ભવિષ્યમાં પણ વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવવા માં આવી.