દેડીયાપાડા તાલુકાનાં શીશાના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચીત સ્થાનિક તંત્ર ભર નિંદ્રામાં: શીશા ગામના ગ્રામજનો વિકાસને રાહ જોવા બેઠા છે:

0
102

દેડીયાપાડા તાલુકાનાં શીશાના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચીત સ્થાનિક તંત્ર ભર નિંદ્રામાં:
શીશા ગામના ગ્રામજનો વિકાસને રાહ જોવા બેઠા છે:

દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં ઉખલા ફળિયાનાં રહેનારાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેને લઇને ગ્રામજનો દ્વારા અનેક વાર પંચાયત તેમજ જવાબદાર વિભાગ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે , અહીંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત,

 દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય આદિવાસી ગામડાંઓ ‌છે, જેને આ એકવીસમી સદીમાં પણ અનેક સુવિધાઓ જેમકે રસ્તાઓ,પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી, રોજગારી મળતી નથી, શિક્ષિત યુવાનો બેકાર છે, આદિવાસીઓ ગરીબ છે લાચાર છે, આ આદિવાસી પૂર્વ પટ્ટીનાં લોકો આજે પણ વિકાસની રાહ જોઈ ને બેઠાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેડિયાપાડા થી ૪૦ કિ.મી. દૂર સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ શીશા ગામ આવેલું છે, શીશા ગામનું ઉખલા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓથી વંચિત છે. શીશા ગામનાં મુખ્ય રસ્તા થી ઉખલા ફળિયામાં જવા માટે આઝાદીના ૭૪ વર્ષોના વાહણા વાયા છતાં ડુંગરમાં આવેલા ઉખલા ફળિયામાં જવા માટેનો રસ્તો આજ દિન સુધી એકદમ કાચો છે, અને ઉખલા ફળિયા માંથી મુખ્ય રસ્તા પર જવા માટે એક નદી આવે છે, આ નદી પર કોઈ પણ જાતનું ગરનાળું કે પુલ નથી. અહીંના લોકો નદી માંથી જવા મજબૂર બને છે, અને ચોમાંસાની ઋતુ દમિયાન શાળાએ જતા વિદ્યાર્થીઓ નદીમાં વધુ પાણી હોવાના કારણે શાળાએ જઈ સકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર માઠી અસર ઉભી થાય છે, અને ઉખલા ફળિયા માંથી પસાર થતો સ્મશાનનો રસ્તો પણ કાચો હોવાથી ગ્રામજનોને ચોમાસા દરમિયાન ખુબજ હાલાકી ભોગવવી પડે છે તેમજ સ્મશાનમાં પાણીની વ્યવસ્થા માટે બોર પણ ઘણા વર્ષોથી મૂક્યો હોવા છતાં હજુ પણ હેન્ડ પંપ મૂકવામાં આવ્યો નથી. જેથી આ બાબતે અહીંનું સ્થાનિક તંત્ર પણ ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
✒️જેસીંગ વસાવા
(બ્યુરો ચીફ નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here