રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મદિન અને નર્મદા જીલ્લા સ્થાપના દિન નિમિત્તે સફાઈ કાર્યક્રમ:

0
115
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મદિન અને નર્મદા જીલ્લા સ્થાપના દિન નિમિત્તે સફાઈ કાર્યક્રમ:

દેડીયાપાડા: ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ, નાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગારદા ગામનાં યુવાનો દ્વારા ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી, ગારદા ગામ થી લઇ મંડાળા સુધીનો માર્ગ અને મંડાળા થી લઇ થવા સુધીનો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો જેથી તમામ રાહદારીઓને કોઈ અગવડતા નાં પડે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જન્મદિન અને નર્મદા જીલ્લા સ્થાપના દિન નિમિત્તે સાફ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.


નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના મંડાળા અને ગારદા ગામમાં ગાંધી જયંતીના ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા અને ગારદા ગામનાં ભાઈઓ, બહેનો, તેમજ યુવાનો દ્વારા ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, અને ગાંધી જયંતીનાં ઉજવણીનાં ભાગરૂપે બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરતાં યુવાનો દ્વારા ગારદા નાં યુવાનો દ્વારા ગારદા થી મંડાળા સુધીનો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો, અને મંડાળા નાં યુવાનો દ્વારા મંડાળા થી થવા સુધી નો માર્ગ સાફ કરવામાં આવ્યો હતો, જેમાં રોડ પર આવતા, ઝાડી- ઝાખરાઓ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આજ રોજ યોજાયેલ સફાઈ અભિયાન કાર્યક્રમમાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા અને ગારદા ગામનાં યુવાનો તેમજ ચર્ચના પાળક સાહેબ કિસન વસાવા તેમજ મિશનરી અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આજે ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી. અને પાળક સાહેબ કિસન વસાવાની આગેવાની દ્વારા અનોખો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવાં મળ્યો હતો.. વહેલી સવાર થી જ યુવાનો અનોખી ઉજાણીમાં જોડાયા હતાં.

ગાંધી જયંતી અને નર્મદા જીલ્લા સ્થાપના દિનની ઉજવણીનાં ભાગરૂપે બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરતાં યુવાનો, આજ રોજ સફાય અભિયાન કરીને બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરતાં મંડાળા અને ગારદાગામનાં યુવાનો, સફાઈ અભિયાનમાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા અને ગારદા ગામનાં અનેક યુવાનો તેમજ ચર્ચના પાળક કિશન વસાવા તેમજ મિશનરી અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, આજનો દિવસ નર્મદા જિલ્લા માટે ઐતિહાસિક અને ખાસ છે! બાપુની જન્મ જયંતિ સાથે નર્મદા જિલ્લાનો સ્થાપના દિવસ પણ છે, ગત રોજ ૨/૧0/૧૯૯૭નાં ઐતિહાસિક અને ખાસ દિવસે નર્મદા જીલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો.

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here