દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં જાગઠા ફળિયાનાં યુવકો અને યુવતીઓ એ શ્રમયજ્ઞ કરને જાતેજ રસ્તો બનાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા રસ્તો નહીં બનાવવામાં આવતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો,

0
199

દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં જાગઠા ફળિયાનાં યુવકો અને યુવતીઓ એ શ્રમયજ્ઞ કરને જાતેજ રસ્તો બનાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા રસ્તો નહીં બનાવવામાં આવતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો,

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય ગામડાંઓ ‌ છે જેને આ એકવીસમી સદીમાં પણ રસ્તોઓ, પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી રોજ ગારી મળતી નથી શિક્ષિત યુવાનો બેકાર છે આદિવાસીઓ ગરીબ છે લાચાર છે,
દેડિયાપાડા થી ૪૦ કિ. મી. દૂર પર હીલ સ્ટેશન સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ થયેલું શીશા ગામ આવેલું છે શીશા ગામનું જાગઠા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓ થી વંચિત છે. શીશા ગામનાં મુખ્ય રસ્તા થી જાગઠા ફળિયામાં જવા માટે આઝાદીના ૭૪ વર્ષોના વાહણા વાયા છતાં ડુંગરમાં આવેલા જાગઠા ફળિયામાં જવા માટેનો રસ્તો એકદમ કાચો છે પગ દંડી જેવો રસ્તો છે જાગઠા ફળિયાનો રસ્તો બનાવવા યુવાનોએ ઘણી વાર સામોટ ગુપ ગ્રામપંચાયતને રજુઆત કરવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી અને અહીંનું સ્થાનિક તંત્ર પણ ભર નિંદ્રા માં છે તેમ લાગી રહ્યું છે, અને નાં છૂટકે જાગઠા ફળિયાના યુવાનો અને યુવતીઓએ ત્રિકમ, પાવડા, તગરા લઈને શ્રમયજ્ઞ કરને જાગઠા ફળિયાનો રસ્તો માટી ખોદીને રસ્તો બનાવ્યો છે આ જાગઠા ફળિયાના યુવાનો અને યુવતીઓ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાંતિકારી યુવકોની આ રસ્તો બનાવવાની કામગીરીને બિરદાવી રહ્યા છે .

✒️ જેસીંગ વસાવા
( બ્યુરો ચીફ નર્મદા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here