તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામમાં જવાના રસ્તા પર કીચડ હોવાથી આવવા જવામાં ગ્રામજનોને ભારે હાલાકી….
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ સુરજીપૂરા ગામમાં જવાના રસ્તા પર કીચડ હોવાથી આવવા જવામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ગામમાં જવાના રસ્તામાં કાદવ કીચડ થઈ ગયું છે.સુરજીપૂરા ગ્રામજનોને આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ જગ્યા પરથી બાઈક લઈને પસાર થાય ત્યારે લપસી પણ જવાય છે. ગામના લોકોનું કહેવું છે કે અહીંયા જો પાકો રસ્તો બનાવી આપે તો અમારે અવર જવર કરવામાં સરળતા રહે.હવે જોવું રહ્યું કે ગામમાં આ કાદવ કીચડ હટાવવા આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.
રિપોર્ટર; નયનેશ તડવી નર્મદા