ડેડીયાપાડા માં નેત્રંગ તરફ જતા ધોરીમાર્ગ પર એસ.આર.પેટ્રોલ પંપ પાસે ભેંસો ની હેરાફેરી કરતા ઇસમો સહિત ૨ ટ્રક ઝડપાઈ.

0
154

ડેડીયાપાડા માં નેત્રંગ તરફ જતા ધોરીમાર્ગ પર એસ.આર.પેટ્રોલ પંપ પાસે ભેંસો ની હેરાફેરી કરતા ઇસમો સહિત ૨ ટ્રક ઝડપાઈ.

પ્રાપ્ત માહિતી મુજબ તા ૧૮ ઓક્ટોમ્બર ને સાંજના ૬:૪૫ ના સમય ગાળા દરમ્યાન ૨ ટ્રક ભેંસો ની ડેડીયાપાડા ના એસ.આર પંપ પાસે જે ટ્રક નંબર GJ.16-X-7296 ચાલકની જીતેન્દ્ર ભાઈ પ્રતાપસિંહ ચાવડા ઉંમર ૫૪ વર્ષ, રહે. આશ્રય સોસાયટી પાસે ભરૂચ તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમાં ૮મોટી ઉમરની ભેંસ તથા ૨ પાડીયા ભરી તેમજ (૨) ટ્રક નંબર GJ-16-V-4444 ના ચાલક રીયાજભાઈ ઈશાકભાઈ મોયાવાલા ઉ,વ. ૫૫ રહે.મદીના હોલ ની પાસે ભરૂચ તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમા ૮ મોટી ઉમરની ભેંસ તથા ૮પાડીયા ભરી આ ટ્રક ચાલકે પોતાના કબજા ની ટ્રકમાં ભેંસ તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખીને વાહનમાં પશુઓ દોરતા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ મળી રહે તે માટે વાહનમાં તાડપત્રી બાંધી પશુની હેરફેર (ટ્રાંસપોર્ટેશન) ની આર.ટી.ઓ.શ્રી ના પાસ પરમીટ વગર વાહન સાથે ટ્રક વાહનો નંગ -૦૨ કુલ કિંમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા કૂલ ભેંસ મોટા ઉમરની નંગ- નંગ-૧૬ કિ.રૂ. ૩.૨૦.૦૦૦ તેમજ નાના પાડીયાને ૧૦ કૂલ કિ.રૂ. ૨૦,૦૦૦/- નો મળી કૂલ કિ.રૂ. ૧૩,૪૦,000/- સાથે કુલ મુદ્દામાલ જપ્ત કરી બંને ટ્રક ચાલકની ધરપકડ કરી ડેડીયાપાડા પી.એસ.આઇ.શ્રી આર.આઈ.દેસાઈ એ વધુ તપાસ હાથ ધરી છે.
આજે સતત ત્રીજા દિવસે ભેંસો ની હેરાફેરી કરતા ઈસમોને પકડવા માં આવ્યા છે.૧૬ ઓક્ટોમ્બર ના રોજ ૨ટ્રક,૧૭ ઓક્ટોમ્બર ના રોજ ૧ ટ્રક તેમજ ૧૮ મી ઓક્ટોમ્બર ના રોજ ૨ટ્રક સહિત ત્રણ દિવસ માં કુલ ૫ ટ્રક ઝડપી લેવા માં આવી છે. આગામી દિવસોમાં ગેરકાયદેસર ભેંસ ની હેરાફેરી કરતા ઇસમો હજુ પણ પકડાશે? કે હવે પોતે એવા ધંધા પર લગામ લગાવો???એ જોવું રહ્યું.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here