ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા નાયબ કલેકટરશ્રી ને આવેદન આપવા માં આવ્યું.

0
195

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા નાયબ કલેકટરશ્રી ને આવેદન આપવા માં આવ્યું.



આવેદન માં જણાવ્યા મુજબ (૧૭ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિતે શિક્ષિત બેરોજગારો ની વિવિધ સમસ્યાઓ સાથે શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા માંગણી કરવા આજ રોજ પ્રાંત અધિકારી ડેડીયાપાડા ને આવેદન આપવામાં આવ્યું કે દેશભરમાં લાખોની સંખ્યામાં બેરોજગારી છે તેમ છતાં ભારત દેશમાં ચાર રાજ્યો સિવાય બીજા રાજ્યોમાં શિક્ષિત બેરોજગારોની બેકારી ભથ્થું આપવામાં આવતું નથી, જે એક શિક્ષિત વર્ગ સાથે હળહળતો અન્યાય છે, જો સરકાર શિક્ષિત લોકોને રોજગારી ન આપી શકે તો દેશને વિશ્વગુર બનાવવાની વાત સરકાર મોઢે શોભતી નથી. આદિવાસી વિસ્તારમાં કેટલી સીટ પર જે તે આદિવાસીઓની નિમણુક કરવામાં આવવી જોઈએ તે થતી નથી. તેના કારણે આદિવાસીઓ સાથે ખૂબ અન્યાય થઇ રહ્યો છે. સાથે અમુક સીટ પર આદિવાસીઓ જ હોવા જોઈએ ત્યાં પણ અન્ય કેટેગરીના વ્યક્તિ રાખવામાં આવે છે. જેથી આદિવાસી યુવાની ડીગ્રી મેળવીને પણ બેકાર છે, ગુજરાતનો અંબાજી થી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર આકાશી ખેતી પર નભે છે. તેમાં પણ નર્મદા જિલ્લાનો પછાત જિલ્લાઓમાં સમાવેશ થાય છે. જંગલ દુર્ગમ વિસ્તારમાં રોજગારી ની તકો ઓછી છે. રોજગારી ન મળવાથી બેરોજગારીનું જીવન જીવી રહ્યા છે.તેથી કૌટુંબીક જવાબદારી અદા કરી શકતા નથી. આદિવાસી વિસ્તાર મા અન્ય કામો પણ બહારથી આવેલ એન.જી.ઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના મારફતે થાય છે. જેના કારણે આજે આઈ.ટી.આઈ., બી.એ,બી.કોમ, બી.આર.એસ,નસિંગ, બી.એસ.સી. એમ.આર.એસ. એમ.એસ.ડબલ્યુ, પી.ટી.સી., બી.એડ, એફ.એસ.ડબ્લ્યુ, ઍમ.ફી.એસ.ડબ્લ્યુ, જેવા અભ્યાસ પૂરો કરી અને જ્યારે નોકરી કે રોજગારી નથી મળી ત્યારે તેઓ માનસિક રીતે તૂટી જાય છે. કેટલાક તો બેરોજગારી થી કંટાળી હતાશ થઇ આત્મહત્યા તરફ દોરાય છે. જેથી દેશનું યુવા વર્ગ ગેરમાર્ગે દોરાય છે. જે એક અતિ ગંભીર બાબત છે.
અગાઉ પણ નર્મદા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સરકાર શ્રી ને શિક્ષિત બેરોજગારો એ આવેદનપત્ર આપેલ છે યુવાનો નો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી સરકારશ્રી દ્વારા અનેક પરીક્ષા ની જાહેરાત પાડી ને ફોર્મ ભરવામાં આવેલ છે, તેમાં ઉત્સાહિક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે મોટા શહેરો માં રૂમો ભાડે રાખી ને ૩-૪ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરે છે છતાં ભરતીઓ પાડવામાં આવતી નથી, ૩૫ હજારથી વધુ સંખ્યા ની ભરતી ઓ હજુ પણ ભરેલ નથી જેવી કે એલ.આર.ડી.,બિનસચિવાલય, તલાટી, શિક્ષણ સહાયક(ટેટ, ટાટ), ફોરેસ્ટ વિભાગ ની પરીક્ષાઓ બાબતે સરકારે સ્પષ્ટતા કરેલ નથી, તથા કેટલીક પરીક્ષાનું પેપર લીક થાય પરીક્ષાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવેલ નથી.સરકાર નોકરીઓમાં રોસ્ટર પોઈન્ટ સાથે છેડછાડ કરી રહી છે. જેને કારણે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી ને લાખોમાં થઇ ગયેલ છે. સરકારે બીજા રાજ્યો ની જેમ શિક્ષિત બેરોજગારોની સંખ્યા જાહેર કરી બેરોજગારી ભથ્થુ આપવું જોઈએ એવી અમારી રજૂઆત છે.
આમ શિક્ષિત બેરોજગારો ની સમસ્યાને ધ્યાને રાખી ને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણ ભાડું ભથ્થું અથવા લોન પેટે ધિરાણના સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે. જો સરકાર અમારી માંગણી સ્વીકાર નહિ કરે તો આવનાર સમયમાં ગુજરાતભરમાં આંદોલનો કરવામાં આવશે અને સાથે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. જો કોઈ સરકારી સંપતિને નુકસાન પહોંચે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે.

રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here