ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે બેંક ઓફ બરોડા મોસ્કૂટ શાખા ને પુનઃ મોસ્કૂટ ગામે સ્થાપના કરવા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું.

0
310

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે બેંક ઓફ બરોડા મોસ્કૂટ શાખા ને પુનઃ મોસ્કૂટ ગામે સ્થાપના કરવા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું.


આવેદન માં જણાવ્યા મુજબ થોડાં વર્ષો પહેલા મોજે-ગામ મોસ્કુટ બેંક ઓફ બરોડા મોસ્કુટ શાખા કાર્યરત હતી, પરંતુ મકાન જર્જિત હાલતમાં તથા કનેક્શન નો અભાવ હોવાને લીધે આ બ્રાંચ ડેડીયાપાડા ખસેડવામાં આવેલ હતી.આજના સમયમાં ખેડૂતો, મજૂરો, નોકરીયાત વર્ગ, વૃધ્યા પેંશનના ભાઈઓ બહેનો, વિધવા સહાયના બહેનો, ધંધાદારીઓ તથા વિદ્યાર્થીઓને માંડીને તમામ વ્યવહાર બેંક મારફતે થાય છે પરંતુ મોસ્કુટ તથા આજુબાજુના ગામોના હજારો લોકોને મોસ્કુટ ગામમાં બ્રાન્ચ ન હોવાથી તમામ લોકોને ૨૫ થી ૩૦ કિલોમીટર અંતર કાપીને દેડીયાપાડા જવું પડે છે તેમજ રોજિંદા વ્યવહારમાં અગત્યનાં કામો અટવાઇ છે. તેમજ સમય અને નાણાં વ્યર્થ થાય છે કારણ કે મોસ્કુટું ગામ તેમજ આજુબાજુના ગામો ઉડાન વિસ્તાર તેમજ ખરાબ રસ્તાઓ તથા અપુરતી વાહનોની સુવિદ્યા ના લીધે હજારો લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેથી મોસ્કુટ ગામ તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂતો, મજૂરી, નોકરીયાત વર્ગ, ધંધાદારીઓ તથા વિદ્યાર્થીઓને, વૃધ્ધા પેન્શન ભાઈઓ-બહેનો, વિધવા સહાયના બહેનોને બેંક ઓફ બરોડા મૌછુટ શાખા ની જરૂરીયાત ઉભી થતાં બેંક ઓફ બરોડાની મોસ્કૂટ શાખા પુન્હ મોસ્કુટ માં સ્થાપન કરવામાં આવે એવી માંગણી ઓ સાથે પ્રાંત અધિકારી શ્રી ને ડેડીયાપાડા ખાતે આવેદન પાઠવવા માં આવ્યું.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here