ડેડીયાપાડા પોલીસ મોસ્કૂટ ગામની સીમમાં જુગાર રમતા 4 ને ઝડપી લીધા,2 જુગારીયાઓ ફરાર:

0
209

ડેડીયાપાડા પોલીસ મોસ્કૂટ ગામની સીમમાં જુગાર રમતા 4 ને ઝડપી લીધા,2 જુગારીયાઓ ફરાર:

દેડીયાપાડા મોસ્કુટ ગામની સીમમાં જુગાર રમતા 4ને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય 2 જુગારીયાઓ પોલીસ ને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોસ્કુટ ગામની સીમમાં હારજીતનો જુગાર રમી રમાડી વસંત તેરસિંગ ભાઇ વસાવા રહે- મોસ્કુટ નંદલાલ ખાતરીયાભાઇ વસાવા રહે- જુના ઉમરપાડા જી-સુરત,ઉમેશ રમેશભાઈ વસાવા રહે.જુના ઉમરપાડા જી. સુરત, તેમજ મથુર ખાલપ ભાઇ વસાવા રહે-ઉમરાણ તા-ડેડીયાપાડા રેડ દરમિયાન ઝડપાઇ ગયા હતા, તેમની અંગ ઝડતી માથી રોકડા રૂ.૨૩૨૦/- તથા જાઉ ઉપરથી રોકડ રકમ રૂ/200/- મળીને કુલ રોકડ રૂ.૨પ૨૦/- ના મુદ્દામાલ ઝડપી લીધા હતા, જ્યારે પરેશ સોનીયાભાઇ વસાવા રહે- મોસ્કુટ તા-ડેડીયાપાડા અને દીપક દિનેશભાઇ વસાવા રહે- ઉમરાણ તા-ડેડીયાપાડા પોલીસ ની રેડ દરમિયાન નાસી છૂટ્યા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here