*ડેડીયાપાડા તાલુકા નું એક એવું નાનકડું ગામ-: ઝરી જે સમગ્ર દેડિયાપાડા તાલુકાને પ્રેરણા આપી શકે.*
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આવેલ મોસ્કુટ (વડપડા) પંચાયતમાં આવતું નાનકડું ગામ જે લુપ્ત થવાના આરે હતું. જે ગામ કે ત્યાં નથી પ્રાથમિક શાળા કે નથી માળખાકીય સુવિધા કેમકે નાનકડું ગામ હોવાથી અહીં લોકો પલાયન તરફ વળતા હતા. પરંતુ ગામમાં એક MA.Bed થયેલા યુવાને ગામની રોનક બદલી નાખી.
તમને જાણીને નવાઈ લાગશે કે ગામમાં શિક્ષણનું સ્તર સુધરે તેમજ બેરોજગારીનો પ્રશ્ન હલ થાય તેવા હેતુસર ઝરી ગામમાં આગાખાન સંસ્થાની સાથે જોડાઈ યુવાને ગ્રામ સભામાં યોજના ની રજૂઆત કરી કે વરસાદનું પાણી એમ પણ ફોકટ માં વહી જાય છે. તો કઈ રીતે તેનો બચાવ કરી શકાય.? તેવું વિચારી 2019માં ગ્રામ સભામાં તેમણે રજૂઆત કરી હતી. સાથે જ ગ્રામ પંચાયત ની મદદથી આગાખાન સંસ્થા ની મુલાકાત તેમ જ યુવાન ના પ્રયત્નોથી આ ગામમાં 2019 માં એક તલાવડી નું નિર્માણ કરવામાં આવ્યું .સાથે જ આ યુવાનના સતત પ્રયત્ન ન થી ગામમાં કઈ રીતે ઈકો “ટુરિઝમ સ્થળ” બને તેવા હેતુસર સતત મહેનત કરી અને આખરે આ ગામ માં સંસ્થાના સહયોગથી એશિયન પેન્ટ જેવી મોટી કંપની ના અનુદાનથી આ ગામમાં એક તલાવડી નું નિર્માણ કર્યું. અને આ તલાવડી માં કઈ રીતે આવક મેળવી શકાય તેવા હેતુસર 2020 માં મચ્છી નાખવામાં આવી હતી એમાં સારી આવક થઈ હતી જેથી આ યુવાન દ્વારા આજ ગામના લોકોને એક સમિતિ બનાવી અને સમગ્ર ગામ નું સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવતું હતું.આ તલાવડીના બાંધકામમાં સહ:યોગી એશિયન પેન્ટ ના બ્રાન્ચ મેનેજર શ્રી હિમાંશુભાઈ એ આ ગામની આજે મુલાકાત લીધી હતી.સાથે જ તલાવડી જોવા આવતા લોકો કઈ રીતે આનંદ માણી શકે તેવા હેતુસર તલાવડીમાં બોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત લોકો તેમજ asianpaints ના મેનેજર સાહેબ શ્રી એ “એડવેન્ચર પાર્ક” ખુલ્લું મૂકયું હતું. સાથે જ સંકલ્પ લેવામાં આવ્યો કે આ ગામમાં બહારથી આવતા લોકો મુલાકાત લેવા આવે તો પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરે અને કાપડની થેલી નોઉપયોગ કરે જેથી આખું ગામ ઇકો ગામ નું સ્થાન મેળવે. સાથે જ તળાવમાં બોટની વ્યવસ્થા છે જે આખા ડેડીયાપાડા તાલુકામાં ભક્તો આજ ગામમાં આવેલ છે. જેથી બહારના લોકો આ ગામની મુલાકાત લઇ રહ્યા છે.આ સાથે જ સમગ્ર જે ઈકો ટુરિઝમ સ્થળ વિકસાવવામાં આવી રહ્યું છે . જેથી આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ સુધરે …તેવા હેતુસર આ ગામમાં નવી રોજગારીની તકો ઉભી થાય એ માટે તલાવડી ની ફરતે સમિતિ દ્વારા ગેસ્ટ હાઉસ ની સુવિધા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
✒️જેસીંગ વસાવા
(નર્મદા જિલ્લા બ્યુરો ચીફ)