ડેડીયાપાડા તાલુકામાં જુદા જુદા ગામડાઓમાં જીલ્લા પંચાયતના રસ્તાઓનુ ખાતમુહૂર્ત કરાયું,

0
272
  1. ડેડીયાપાડા તાલુકામાં જુદા જુદા ગામડાઓમાં જીલ્લા પંચાયતના રસ્તાઓનુ ખાતમુહૂર્ત કરાયું,

    આજ રોજ તા.૨૪/૧૦/૨૦૨૦ ના રોજ દેડિયાપાડા તાલુકાના જુદા જુદા ગામો ને જોડતા જિલ્લા પંચાયત ના રસ્તા ઓનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા ના હસ્તે ખાતમુહૂર્ત કરવા મા આવ્યા. જેમાં (૧) મોટા મંડાળા થી ગારદા ભૂતબેડા રોડ,૭.૮૦ કિમી. ૧૫૬.૦૦ લાખ. (૨) સિંગલવાણ એપ્રોચ રોડ, ૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ. (૩) કોકટી થી નીનાઈ ધોધ, મોહબી રોડ, ૫.૬૦ કિમી.૨૨૦.૦૦ લાખ. (૪) ફુલસર બેડાપાટીયા રોડ,૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ. (૫) ફુલસર થી દુથર રોડ, ૧.૫૦ કિમી. ૩૦.૦૦ લાખ.
    જણાવેલ રસ્તા ઓની કામગીરી કરનારા એજન્સીઓ અને માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને કામો સમય મર્યાદા મા પુરા કરવામાં આવે અને રસ્તા, સ્લેબ ડ્રેઇન , નાળા ના કામો મા ગુણવત્તા જાળવવામાં આવે એવી ગામ ના લોકો વચ્ચે ચર્ચા કરવા મા આવી.
    આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસિંહ વસાવા, માજી ધારાસભ્ય મોતિસિહ વસાવા, કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ, BTP નર્મદા જિલ્લા પ્રમુખ ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતાં.

    બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here