ડેડીયાપાડા તાલુકાનાં જંગલખાતા દ્વારા સનદ આપેલ ખાતેદારો ને સરકારી લાભ મળે તે માટે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર:

0
130

ડેડીયાપાડા તાલુકાનાં જંગલખાતા દ્વારા સનદ આપેલ ખાતેદારો ને સરકારી લાભ મળે તે માટે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર:

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આઠ ગામ કમાંડ વાવ ,શેરવાઇ, કલતર, ગોલવાડ,ખોડાઆંબા ઓલગામ, કાંટા પાણી ,આંબાવાડી ના ખેડૂતો જે વર્ષોથી બાપદાદાના સમયથી જંગલ ખાતાની જમીન ખેડી, લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે ખેતીમાં પાક લેતા આવ્યા છે, જેમાં જંગલખાતાને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ આ આઠ ગામના ખેડૂતો પાસે સનદ હોવા છતાં એ જમીન રેવન્યુમાં તબદીલ થયેલ નથી, જેથી સરકારના નિયમોનુસાર અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજના ઓનો ખેડૂતોને લાભ મળતો નથી, આ તમામ ખેડૂતો સનદ જમીન ધરાવનાર તદ્દન ગરીબ અને આદિવાસી ઊંડાણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોને જે સરકાર શ્રી ની વિવિધ પ્રકારની યોજના નો લાભ મળતો નથી, જેથી આ તમામ આઠ ગામના સદન ધરાવનાર ખેડૂતો સરકારશ્રીની તમામ યોજનાનો લાભ ખેડૂતોને મળે છે તે રીતે સનદ ધરાવનાર ખેડૂતોને પણ લાભ મળવો જોઇએ અને જ્યારે તેમણે તેમના ખેતરમાં બોર – મોટર ખોદવાના હોય કે પછી કોઈ આવાસનું બાંધકામ કરવું હોય તો એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે મંજૂરી મેળવવી પડે છે,તો સનદ ધરાવનારા ખેડૂતોની જમીન રેવન્યુ માં તબદીલ કરવા માટે ખેડૂતોની માંગ છે તેમજ નર્મદા જિલ્લામાં ઉપરવાસથી ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, સરકારશ્રીએ ફક્ત નાંદોદ તાલુકામાં જ નુકશાનીનું સર્વે કરાવ્યો છે અને નર્મદા જિલ્લામાં બીજા ચાર તાલુકા આવેલા છે ગરૂડેશ્વર, તિલકવાળા, ડેડીયાપાડા, સાગબારા આ વિસ્તારોમાં પણ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો અમારી રાજ્ય સરકાર શ્રીના તમામ ગામના સરપંચશ્રી તેમજ ખેડૂત મિત્રો તરફથી નમ્ર વિનંતી છે, કે જિલ્લાના તમામ તાલુકાના યોગ્ય રીતે સર્વે થાય અને દરેક ખેડૂત મિત્રો યોગ્ય વળતર મળી રહે એવી તમામ ખેડૂત મિત્રો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ તેમજ નર્મદા જિલ્લા કલેકટર સાહેબશ્રી ને નર્મદા જિલ્લા સરપંચ પરિષદ તમામ સરપંચશ્રી દ્વારા તેમજ ખેડૂત મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.



બ્યુરો રિપોર્ટર. : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here