ડેડીયાપાડા ખાતે ભીલિસ્તાન ટાઇગર સેના દ્વારા મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકા નો પણ સમાવેશ કરવા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું.

0
419

ડેડીયાપાડા ખાતે ભીલિસ્તાન ટાઇગર સેના દ્વારા મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકા નો પણ સમાવેશ કરવા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું.

આવેદન માં જણાવ્યા મુજબ ચાલુ વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 3800 કરોડ રૂપિયા ની સહાય ની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને દરેક રાજકીય આગેવાનો અને ખેડૂતોને આવકાર્યો હતો. પરંતુ તેમાં દેડીયાપાડા અને સાગબારા તાલુકાના બાદબાકી કરવામાં આવી છે. તે દુઃખદ બાબત છે. આ વિસ્તારમાં સિંચાઈ સુવિધા નો અભાવ હોય. મોટાભાગે આકાશી ખેતી પર નભનાર સમાજ વસે છે. ચોમાસા સિઝનની વરસાદી ખેતી કરી પોતાના જીવન ગુજરાન ચલાવે છે. આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી માં લોકડાઉનના કારણે પરિસ્થિતિ વધુ કથળી છે. ગામડાઓમાં વસતા લોકોને ખેતી પર મોટી આશા હતી. પરંતુ ધાર્યા કરતા વધારે વરસાદ હોવાથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થયેલ છે. તેમાં અનેક ખેતી પાકને નુકસાન થયેલ છે. જેથી અહીના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને લઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકા નો સમાવેશ કરી સર્વે કરાવી સહાય ચુકવવા માટે ડેડીયાપાડા મામલતદારશ્રી ને આવેદન પાઠવવા માં આવ્યું જો સોમવાર સુધી માં અમારી માંગણીઓ પુરી નહીં કરે તો અમે ધરણાં પર બેસી હું એવું પણ જણાવ્યું હતું.

બયુરો રીપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here