ડેડીયાપાડા ખાતે જાનકી આશ્રમ પાસે તથા ડેડીયાપાડા જી.ઇ.બી. ઓફિસ પાસે ભેંસો ની હેરાફેરી કરતા ઇસમો સહિત ૩ ટ્રક ઝડપી પાડવા માં આવી.

0
195

ડેડીયાપાડા ખાતે જાનકી આશ્રમ પાસે તથા ડેડીયાપાડા જી.ઇ.બી. ઓફિસ પાસે ભેંસો ની હેરાફેરી કરતા ઇસમો સહિત ૩ ટ્રક ઝડપી પાડવા માં આવી.

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ગામ થી સાગબારા જતા ધોરીમાર્ગ પર આવેલ જાનકી આશ્રમ પાસે તા ૧૬/૧૦/૨૦ ને રાત્રી ૧૧/૦૦ કલાકે ભેંસો ની હેરાફેરી કરતા ઇસમો અને ટ્રક નંબર GJ-07-YY-3560 ના ચાલક દાદુભાઈ બચુભાઈ મલેક રહે.રતનપુર, તા.ઝગડીયા, જી.ભરૂચ પોતાના વાહનમાં ૮ મોટી ઉમરની ભેંસ તથા ૪ પાડીયા ભરી તથા ટ્રક નંબર GJ-16-X-9291 ના ચાલક ઈરફાન ઈબ્રાહીમ નાગોરી રહે છીપવાડ ભરૂચ, તા,જી ભરૂચ નાઓ ૮ મોટી ઉંમરની ભેંસ તથા ૪ પાડીયા(બચ્ચા) ભરી તથા ડેડીયાપાડા થી અંકલેશ્વર જતા ધોરીમાર્ગ પર તા.૧૭/૧૦/૨૦ ને સવારે ૫/૦૦ કલાકે ડેડીયાપાડા જી.ઇ.બી. ઓફિસ પાસે ટ્રક નંબર GJ-07-Y-9444 ના ચાલક શબ્બીર મુસ વાડીવાલા રહે.હીંગલોટ, તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમાં ૮ મોટી ઉમરની ભેંસ તથા ૮ પાડીયા ભરી આ ત્રણ ટ્રક ચાલકોએ પોતાના કબજાની ટ્રકમાં ભેંસ તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખી, અને વાહનમાં પશુઓ દોરડા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ ન મળી રહે તે રીતે વાહનોમાં તાડપત્રી બાંધી પશુની હેરફેર (ટ્રાંસપોર્ટેશન ) ની આર.ટી.ઓ.શ્રી નો પાસ પરમીટ વગર વાહન સાથે કૂલ ટ્રક વાહન નંગ -૨ કૂલ કિમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા કૂલ ભેંસ નંગ-૧૬ કિમત રૂપીયા ૩,૨૦,૦૦૦/- તથા કૂલ પાડીયા નંગ-૮ કુલ કિંમત રૂપીયા ૧૬,૦૦૦/- સાથે તથા તા ૧૭/૦૯/૨૦ ના સવારે પકડેલ વાહન નંગ -૧ કુલ કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦/- તથા કુલ ભેંસ નંગ-૮ કિમત રૂપીયા ૧,૬૦,૦૦૦/- તથા ફૂલ પાડીયા નંગ-૮ કૂલ કિંમત રૂપીયા ૧૬,૦૦૦- સાથે મળી આ હેરાફેરી કરતા ઇસમો ને પકડી ડેડીયાપાડા પી.એસ.આઇ.શ્રી.આર.આઇ.દેસાઈ સાહેબ દ્વારા કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here