ડેડીયાપાડા ખાતે જનનાયક બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે પુંજા અર્ચનાકરી ને બિરસા મુંડા ચોક જાહેર કરાયું ,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આજરોજ સતત આદીવાસીઓ ના હિત માટે લડવૈયા જેઓ સમાજ માટે બલીદાન આપનાર એવા ધરતી આબા બીરસા મુંડાના ૧૪૫ મી જન્મ જયંતિ નિમિત્તે ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા તેમજ બીટીપી ના જીલ્લા પ્રમુખ ચૈતરભાઇ ડી વસાવા, નર્મદના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા , બીટીપી ડેડીયાપાડાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તેમજ બીટીપી/બીટીએસ ના હોદ્દેદારોએ હાજર રહીને યાહમોગી ચોક પર આદીવાસીઓ ના કુળદેવી યાહમોગી માતા અને ધરતી આબા બીરસા મુંડા ના આદીવાસીઓ ના રીત રીવાજ પ્રમાણે પુજા વિધિ કરી હતી, ત્યારબાદ મીશનસ્કુલ નિવાલદા પાશે એક મુખ્ય રસ્તા પર આવેલી ચોકડીને બીરસા મુંડા ચોકડી તરીકે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાના આગેવાની હેઠળ નામ જાહેર કરીને પુજા વિધિ કરી શાન્તી પુર્વક કાર્યક્રમ પુર્ણ કર્યું
જેસીંગ વસાવા
બ્યુરો ચીફ નર્મદા