ડેડીયાપાડા અને સાગબારામાં છેલ્લાં કેટલાંક દિવસથી ગાયબ થયેલા વરસાદની ફરી એન્ટ્રી, તૈયાર ડાંગરના પાક પર પાણી ફરી વળ્યું:

0
100

ડેડીયાપાડા અને સાગબારામાં છેલ્લાં કેટલાંક દિવસથી ગાયબ થયેલા વરસાદની ફરી એન્ટ્રી, તૈયાર ડાંગરના પાક પર પાણી ફરી વળ્યું:

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન અને ગાજવીજ કડાકા ભડાકા સાથે તાલુકાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈ ખેડૂત આલમ મુશ્કેલીમાં મુકાયા છે અને ડાંગર પકવતા ખેડૂતોને ફરી એકવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

એક બાજુ ચોમાસુ ડાંગર નો ઉભો પાક તૈયાર થઈ ગયેલો જોવા મળે છે ત્યારે કેટલાક ખેડૂતો ડાંગરનો પાક લણણી કરવા જોતરાઈ ગયા હતા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ડાંગરના પાકને કાપીને ખેતરોમાં ઝૂડવાની પ્રક્રિયા ખેતમજૂરો કરી રહ્યા હતા, તેવા સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસથી ગાયબ થયેલા વરસાદના ફરી એન્ટ્રી થતાં પોતાનો પાક બચાવવા દોડા દોડી કરવી પડી હતી, તો બીજી તરફ ડાંગરના પરાળ પણ ભીંજાઇ જવા પામ્યા હતા.

વરસાદ વરસવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, વરસાદને લઈ ડાંગરની કાપણી કરી ખેતરોમાં પડ્યું હતું, તે ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચ્યું છે, તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું, હજુ પણ તાલુકામાં ડાંગરનું ઉભો પાક તૈયાર થઈને લહેરાઈ રહ્યો છે, પરંતુ વરસાદની આગાહી છે અને ખેતીના પાકને નુકસાન થશે તેવી હાલની સ્થિતિમાં ડાંગરનો પાક કાપવો કે ન કાઢવો તે દ્વિધામાં ખેડૂતો મુકાયા જોવા મળે છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here