ડેડીયાપાડાના પુરવઠા વિભાગના ગોડાઉનનાં મજુરો પાંચ /છ મહિનાથી મહેનતનાં નાણાં વગર જીવન ગુજારવા મજબુર:

0
326

 

ડેડીયાપાડાના પુરવઠા વિભાગના ગોડાઉનનાં મજુરો પાંચ /છ મહિનાથી મહેનતનાં નાણાં વગર જીવન ગુજારવા મજબુર:

નર્મદા ડેડીયાપાડાના પુરવઠા વિભાગના ગોડાઉનમાં લોકડાઉનમા કપરી પરિસ્થિતિના સમયમાં કામ કરતા મજૂરોની મજૂરી કોન્ટ્રાકટર દ્વારા ન ચૂકવવામાં આવતા દીપાવલી જેવા મહાપર્વ નિમિતે લોકો વધારાનું બોનસ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહન આપે છે, પરંતુ ડેડીયાપાડાનાં સરકારી અનાજનાં ગોડાઉનમાં ભારે મહેનતનું કામ કરતાં મજુરોની દુઃખદ વેદના દિવાળી પૂર્વે કોઈ અધિકારી અથવા જવાબદારોનાં કાને પહોંચે તે જરૂરી!

સરકારી અનાજ નાં ગોડાઉન માં સખત પચાસ કીલોના ગુણચા ઉચકાવી ઉચકાવીને મજૂરી કામ કરાવીને હવે છેલ્લા પાંચ થી છ માસ ના મહેનતનાં પગાર માટે જવાબદાર કોન્ટ્રાકટર ધક્કા ખવડાવે છે, લેબરો એ આખરે મદદ મળવા ની આશા એ સોશિયલ મીડિયાનો લીધો સહારો,

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના પુરવઠા વિભાગના ગોડાઉનમાં લોકડાઉન સમયમાં રાતદિવસ કાળી મજૂરી છતાં કોન્ટ્રાકટર દ્વારા મજૂરીના નાણા ન ચૂકવતા મજૂરોએ સોસિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો કે જેથી જાડી ચામડીનાં લોકોને અમારા પ્રત્યે સંવેદના ઉત્પન્ન થાય અને અમારા હકનું મહેનતાણું અમને આપે,
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના તાલુકા મથકે પારસીટેકરા ખાતે રહેતા મજૂરો પોતાનું જીવન ગુજરાન મજૂરી કરી ગુજારતા હોય, કોરોના મહામારી જેવા કપરા સમયમાં મજૂરી ન મળતાં પુરવઠા વિભાગમાં અનાજની બોરીઓનું વાહતુક કરી રાત દિવસ કાળી મજૂરી કરવામાં છતાં મજૂરીના નાણા ન ચૂકવતા આખરે સોસીયલ મિડીયાનો સહારો લઈ વિડિઓ બનાવી વાઇરલ કરવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી મજૂરીના નાણા મળે તેવી રજુઆત કરવામાં આવી છે, હવે જોવું રહયું કે આ લેબરોની મહેનતનું વળતર તેઓને મળે છે કે પછી કોન્ટ્રાકટર દિવાળી બગાડે છે?

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here