ડેડીયાપાડાના પાટવલી ગામેથી નર્મદા એલ.સી.બી.એ ૪૩,૨૦૦/-ના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો,

0
309

ડેડીયાપાડાના પાટવલી ગામેથી નર્મદા એલ.સી.બી.એ ૪૩,૨૦૦/-ના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો,

ડેડીયાપાડાના પાટવલી ગામેથી નર્મદા એલ.સી.બી.એ ૪૩,૨૦૦/-ના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો: પ્રોહીબિશનના ગણના પાત્ર કેસ શોધી કાઢતી નર્મદા એલ.સી.બી.

નર્મદા પોલીસ વડા હિમકર સિંહ નાઓએ જીલ્લામાંથી દારૂના
દુષણને ડામવા માટેની અસરકારક કામગીરી કરવા કડક નિર્દેશો અને સુચના આપેલી હતી. આ નિર્દેશોના પગલે એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અ.હે.કો. મણીલાલ ઘેરીયાભાઇ બ.નં. પપપનાઓને સંજયભાઇ રામસીંગભાઇ વસાવા રહે. પાટવલી તા.ડેડીયાપાડાનાઓ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે એલ.સી.બી. પો.સ.ઇ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે પાટવલી ગામ ખાતે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કવાટરીયા નંગ-૪૩૨ કિ.રૂ. ૪૩,૨૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી સંજયભાઇ રામસીંગભાઇ વસાવાને ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમો સામે સખ્ત પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાના સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here