જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી અન્વયે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તારીખ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવેસરથી નક્કી કરાશે:

0
173

જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી અન્વયે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તારીખ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવેસરથી નક્કી કરાશે:

રાજપીપલા :- આગામી તાલુકા પંચાયત અનેજિલ્લા પંચાયત ની ચૂંટણી માટે મતદારયાદી તૈયાર કરી તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ નિયત સ્થળોએ પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે. તથા કાર્યક્રમ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તા.૨૩/૧૦/૨૦૨૦ નિયત થયેલ હતી. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઉકત ચૂંટણીઓ ત્રણ માસ સુધી મુલતવી રાખવા નિર્ણય લેવાયેલ છે. તેથી મતદારયાદીના કાર્યક્રમ અન્વયે દાવા અરજીઓ રજુ કરવાની છેલ્લી તારીખ, દાવા અરજીઓ અન્વયે આખરી નિર્ણય કરવા માટેની તારીખ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવેસરથી નક્કી કરવામાં આવનાર છે. જેની જાહેર જનતાને નોંધ લેવા નર્મદા જિલ્લા ચીટનીશ ટુ કલેક્ટર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here