છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દેવોના પાટલા નવડાવવા ની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત.

0
76

*છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દેવોના પાટલા નવડાવવા ની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત.*

પોતાના બાપ દાદા વખતથી એટલે કે પેઢીઓથી ચાલી આવતી દેવોના પાટલા ઊંનગળાવવા (નવડાવવા) માટેની વર્ષો જૂની પરંપરા ઓ આજે પણ જાળવી રાખી છે.
આદિવાસી દેવતાઓ નાં વર્ષો જૂના પાટલા નવડાવવીને ભારે આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.
પાણીબાર ગામ ના ખુમાનભાઈ નવજીભાઈ રાઠવા જણાવે છે કે અમારે ત્યાં પાટલા નવડાવવા અને પાટલા પૂજન અને પિઠોરા દેવ પૂંજન વિધિ દર વર્ષે બીલકુલ સાદાઈથી કરીએ છીએ, ખુમાનભાઈએ જણાવે છે કે અમારે ઘરે આ પ્રમાણે ની પરંપરા અમારે ઘરે કેટલા વર્ષોથી ચાલી આવે છે તે કહેવું મુશ્કેલ છે કારણ કે અમારા દાદા આજે હયાત નથી પરંતુ એમને હું આ બાબતે પુછ્યું હતું ત્યારે ૨૦ વર્ષ અગાઉ લગભગ ૧૦૦ વર્ષ થી વધુ વર્ષની ઉંમરે અવસાન પામેલા દાદા ને પણ કેટલા સમયથી ચાલી આવે તેની જાણકારી નહોતી.
જ્યારે પાટલા પૂજન વિધિ કરવાની હોય ત્યારે ઘર ના માળીયે મુકેલા દેવો ના પાટલા અને પાટલા પૂજન વિધિ વખતે ઉપયોગ માં લેવાતી તમામ સામગ્રી કાદવના મોટા કોરાં જૂના હાંડલા માં રાખી ને ઘરના માળીયે મુકેલ હોય છે , જ્યારે જૂનાં હાંડલા અને પાટલા ને પુરતી સંભાળ પૂર્વક ઘરના માળીયે થી નીચે ઉતારવામાં આવે છે, ત્યારબાદ સાફસૂફ કરી ને ચોખ્ખા પાણીથી તથા દૂધથી નવડાવી ઘી નો છાંટો નાખવા માં આવે છે, તે પછી ઘરની પહટાળે વિધિ માં મુકવામાં આવે છે પાટલા પૂજન વિધિ વખતે પાટલા અને જૂના હાંડલાને એક લાઈનમાં ગોઠવવામાં આવે છે ત્યારબાદ હાંડલાની ડોક પર તથા પાટલા પર લાલ નાળુ બાંધવામાં આવે છે, સિંદુર અને સહેજ તેલ નાખી ને પાંચ ટીલાં કરી ને તેની આગળ બીલીની પાતરી મુકી દરેક દેવો તેમજ ખત્રી પૂર્વજો ના નામ લઈને ડાંગર ની પૂંજ મુકવામાં આવે છે અને ત્યારબાદ માટીની ભૂમળીમાં મહુડાના ફુલ અથવા ગોળ સાથે પાણી ભરવા માં આવે છે અને ભૂમળી ની ફરતે મિઠે મોળા અડદના પાંચ ઢેબરાં ભીંડી ના ફેલ્યાથી બાંધવામાં આવે છે, તેની આગળ માટીના કોડીયા માં લાલ નાડું ની દીવેટ બનાવી તેલ નો દીવો કરવા માં આવે છે, માટીની મૂકવામાં આવેલ ભૂમળીને કોરી ભાટી કહેવામાં આવે છે, નાની ડોઇલી (તૂમળી) થી માટીની ભૂમળીમાં રાખવામાં આવેલ કોરીભાટી ની ટીપ પાડીને અને અડદના મિઠે મોળાં ઢેબરાં પૂજવામાં માં આવે છે અને દરેક દેવો ના અને ખત્રી પૂર્વજો ના નામ લઈને તે અર્પણ કરવામાં આવે છે.
ઘરના બળવો એટલે કે પૂજારો આ પ્રમાણે પુરી રાત પાટલા પૂજન વિધિ ચાલે છે અને એક બાજુ દેવોને રાજી કરવા માટે ઢાંક વગાડી ને ગાંયણુ પણ કરવામાં આવતું હોય છે, પાટલા પૂજન વિધિ પુરી થયા પછી સવારે અખાડો છોડવામાં આવે છે અને પૂજન વિધિ વખતે મુકવામાં આવેલ તમામ સામગ્રી ફરી પાછી માટીના હાંડલા માં મુકી ને રાબેતા મુજબ ઘરનાં માળીયે મુકી દેવામાં આવે છે, જેમાં ફૂલજાતર એટલે કે તાંબાનુ અથવા ચાંદી ના ફૂલ, વિધિ વખતે મુકવામાં આવેલ ડાંગર ની પુંજ,છુટો પૈસો, તથા નારિયેળ હાંડલા માં મુકી દેવાય છે, કહેવાય છે કે ઘર સારી રીતે પૂંજાયુ હોય તો માટીના હાંડલા માં મુકવામાં આવેલ નારીયેળ જ્યારે વર્ષ કે બે ત્રણ વર્ષ બાદ ફરી પાટલા પૂજન વિધિ રાખવામાં આવે ત્યાં નારીયેળ માંથી પાણી ભલે સૂકાઈ જાય પરંતુ ફોડી ને ખાય શકાય તેવી અવસ્થામાં રહે છે, તેઓએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં પાટલા પૂજન ઉપરાંત ૬૫ વર્ષ પહેલાં લખવા માં આવેલા પિઠોરા દેવનું પણ પૂજન કરવામાં આવે છે અને ૬૫ વર્ષ પહેલાં લખવા માં આવેલા પિઠોરા દેવનો કલર આજે પણ ચળકાટ મારે છે.છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે અમારા આદિવાસી સમાજ માં મોટેભાગે દરેક ઘરોમાં દેવોના પાટલા હોય છે અને ખાસ કરીને જૂનું ઘર જેને ડાહ્યું ઘર ( સંયુક્ત કુટુંબ)પણ કહેવામાં આવે છે, ત્યાં ખાસ રાખવામાં આવે છે પાટલાએ આદિવાસીઓના દેવોને બેસવા માટે નું સિંહાસન છે , જેને આદિવાસી ઓ વર્ષે દહાડે એક વખત પૂંજન કરતા હોય છે પાટલા પૂજન વિધિ ખાસ કરીને પોષ અને વૈશાખ મહિના દરમ્યાન જ કરી શકાય છે, આમ આદિવાસી સમાજ માં આદિવાસી સંસ્કૃતિ ની જાળવણી ઉપરાંત ઘરમાં સુખ શાંતિ બની રહે તેવા હેતુથી આદિવાસી પરંપરા ઓ મૂજબ આસ્થાભેર પાટલા પૂજન કરવામાં આવે છે જેને ઘરનું કામ કરવા નું છે એવું પણ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here