ઘનસેરા થી સેલંબા તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, દોઢ દોઢ ફુટ ઉંડા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન:

0
213

ઘનસેરા થી સેલંબા તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, દોઢ દોઢ ફુટ ઉંડા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન:

રસ્તા બનાવવાની કામગીરીમા ચાલતા ભ્રષ્ટાચારથી માર્ગોની ગુણવત્તા જ જળવાતી નથી

અધિકારીઓ રાજકીય આગેવાનો અને કોન્ટ્રાકટરોની મીલીભગતથી સરકારને પણ કરોડોનુ નુકશાન

નર્મદા જિલ્લામા રસ્તાઓ ખુબજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો પોતાના વાહન કઇ રીતે ચલાવવા એ માટેની દ્વિધામા મુકાયા છે, ત્યારે નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારો જેવાં કે દેડિયાપાડા, સાગબારા તરફ જવાના માર્ગો તમામ માર્ગો બન્યાના ટુંક સમયમાં જ મસમોટા ખાડા પડતા ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહયા છે.

ઘનસેરા થી સેલંબા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર મસ મોટા ખાડા પડયા છે, જેના કારણે વાહન ચાલકો માટે માથાંનાં દુખાવા સમાન હાલત થઈ પડી છે, જેના કારણે બીમાર વ્યક્તિઓને તેમજ ડિલેવરી માટે લઈ જતા સગર્ભા માતાઓને પણ આવા ખખડ ધજ માર્ગ માંથી પસાર થવાનો વારો આવે છે અને દરરોજ નોકરી પર જતા નોકરિયાતો તેમજ બસમાં મુસાફરી કરતા મુસાફરને રોજની આ હાલાકી ભોગવવી પડે છે, વાહનો પંક્ચર પડે, મશીનરી ખોટકાય છે આ સમસ્યા વર્ષોથી જસની તસજ જોવા મળી રહી છે, કોઇ જાતનો કાયમી ઉકેલ જ નથી, જેથી વહેલી તકે આ રોડની મરામત થાય તેવું વાહન ચાલકો ઈચ્ચી રહ્યા છે.

રાજકીય ઓથ વગર રસ્તાઓના કામકાજમા મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સાઠગાંઠ કરીને ચલાવી જ ન શકેની ચર્ચાઓ લોકોના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે, ખુબજ આશ્ચર્યની વાત છે, દલા તરવાડીની વાડીની જેમ નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધેર વહીવટ જીવંત આંખે દેખાઈ આવે છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here