ગારીયાધાર ના નવાગામ રોડ ગાયત્રી મંદિર ની સામે ગોંદર્યે સરદાર સર્કલ ના આગળ ના ભાગે સ્વર્ણિમ કળશ નું સ્થાપન વર્ષો પહેલા થયું હતું

0
23

ગારીયાધાર ના નવાગામ રોડ ગાયત્રી મંદિર ની સામે ગોંદર્યે સરદાર સર્કલ ના આગળ ના ભાગે સ્વર્ણિમ કળશ નું સ્થાપન વર્ષો પહેલા થયું હતું…નગર પાલિકા ની જાણ બહાર એક સભ્ય એ મનસ્વી રીતે તોડાવી કળશ ગુમ કર્યો છે..અને તેનું પ્લેટફોર્મ તોડી પાડવામાં આવ્યું છે…
ચીફ ઓફિસર ને પૂછતા તેઓ આં બાબતે કાઈ જનતા નથી..આવી કોઈ મંજૂરી માંગવામાં આવી નથી..કે આપવામાં આવી નથી તેવું જણાવે છે…
સર્કલ ની અંદર એક લીમડા નું જાડ હતું તે પણ રાતો રાત કાપી .ત્યાંથી અન્ય જગ્યાએ ફેરવી.પુરાવાનો નાશ કરેલ છે…ઝાડ કાપવાની નથી કોઈ મંજૂરી કે નથી કોઈ અરજી.કે આદેશ..ચંડાળ ચોકડી આખરે મેદાન મા આવી ને ખેદાન મેદાન કરવાનું કામ હાથ ધર્યું છે..
ચીફ ઓફિસર નગર પાલિકાના વડા છે..તેની જાણ બહાર આવા કરતૂતો કરવાનું ચાલુ કર્યું છે..આખરે ગામ ઉપર ગદરનારા ખાવાનું નો મળે ત્યારે ઢોળી નાખવાનું કામ કરતા પાછી પાની કરતાં નથી..
આ જાડ વિશે ત્યાં લોકો ને પૂછવા મા આવે તો કહે કે જાડ તો હતું પણ કાપી ને ક્યાં નાખ્યું એ ખબર તો અમને પણ નથી રાઠોડ રાત થડયું ફેરવી નાખ્યું ..ઝાડ કાપવું એ પણ મંજૂરી વિના એતો ગંભીર ગુન્હો છે…સરકારી સ્થાપના કરેલ કળશ ઉખાડી પ્લેટફોર્મ તોડવું એ પણ મંજૂરી વિના એ પણ ગંભીર ગુન્હો છે…ચૂંટાયેલા સભ્ય ને શોભે નહિ તેવું વર્તન..આં કોઈ ખાનગી પેઢી નથી..જાહેર સંસ્થા નો વહીવટ છે..શું ચીફ ઓફિસર કે નગર પાલિકા ના શાસકો આવા કરતૂત કરનાર વિરુદ્ધ ફરિયાદ કરી કાયદેસર પગલાં ભરશે..?

રિપોર્ટ હાર્દિક ગોંડલીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here