ગારીયાધાર ત્રંત્ર ની બેદરકારી ના લીધે પાણી ની પાઇપ લાઈન વારે વારે તુટે..ને પાણી રોડે ચડે છે..ચોમાસુ નથી..માવઠું નથી છતાં રોડ મા પાણી ની રેલમછેલ છે.

0
26

ગારીયાધાર ત્રંત્ર ની બેદરકારી ના લીધે પાણી ની પાઇપ લાઈન વારે વારે તુટે..ને પાણી રોડે ચડે છે..ચોમાસુ નથી..માવઠું નથી છતાં રોડ મા પાણી ની રેલમછેલ છે..!!
જ્યારે લાઇન નાખવામાં આવી ત્યારે બિલ બાકી હતું અને ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા તપાસ માંગવામાં આવી છે..
પાણીની લાઈન અંદાજ પત્ર મુજબ ની ગુણવત્તા વાળી નથી.હલકી ગુણવત્તા ની સસ્તી લાઇન લાવીને, કે ઊંડાઈ એ નાખવાની હતી તે પ્રમાણે ઉંડી નાખવામાં આવી નથી.. ટેસ્ટીગ સમયે જ ફુવારા જોવા મળ્યા હતા.. “બાર સાંધે ને તેર તુટે” આવી હાલત પાણીની પાઇપ લાઈન ની છે..”
વારે વારે રોડે ચડતા પાણી વેપારીઓ ના વેપાર ધંધામાં રુકાવટો પેદા કરે છે..વેપારીની હાલત “દુબળી ગાય ને બગાસું જાજી” જેવી થઈ છે..કોને કહેવું અને કેમ સહેવું..?
“ભૂંડા કામ ભાણકી નાં” ફરિયાદ કોને કરવી..?
આખરે તંત્ર આળસ મા હોય તેવું લાગી રહ્યુ છૅ

રિપોર્ટ હાર્દિક ગોંડલીયા સાથે અતુલ બાવળીયા ગારીયાધાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here