ગળતેશ્વર મામલતદાર કચેરીમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી !!

0
187

ગળતેશ્વર મામલતદાર કચેરીમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી !!


— સરકાર શ્રીના જાહેરનામાં મુજબ દંડ વસુલ કરવા લોકોની માંગ,


ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની સેવાલીયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સરકાર ની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન બાદ ખુલેલ મામલતદાર કચેરીમાં અરજદારો નો ઘસારો રહે છે. ત્યારે સરકાર શ્રીની સૂચના મુજબ માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો અધિકારી આ હુકમનું પાલન કરવામાં ઉણો ઉતર્યો છે. અને કલેકટર શ્રીના હુકમ બાદ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા નજરે પડે છે. જે ખરેખર આવનાર અરજદારો અને તેમના પોતાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે લોકો હાસ્ય ઉડાવી રહ્યા છે કે આ સરકારી કર્મચારીઓ કોરોના વાઈરસના સગા થાય છે કે શુ ?? બીજી તરફ ઉપરી અધિકારી ઓની સૂચના મુજબ મામલતદાર કચેરી માં ઠેરઠેર માસ્ક ફરજીયાત ના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. તો શું આ સૂચનાનું પાલન ફક્ત આવનાર અરજદારો માટે જ છે. ?? ત્યારે કાયદાની જોગવાઈ મુજબ ઘરથી માસ્ક વગર બહાર નીકળતા લોકો માટે ૧૦૦૦/- રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે આ કર્મચારી પાસે વસુલ કરવામાં આવે તો ન્યાય પ્રિય જનતા આનિર્ણય ને આવકારે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here