ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મોટર સાથે આરોપીઓને ઝબ્ધી પાડતી દેડીયાપાડા પોલીસ

0
357

ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મોટર સાથે આરોપીઓને ઝબ્ધી પાડતી દેડીયાપાડા પોલીસ

મે. જીલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ સા.શ્રી તથા ના.પો.અધી.સા.શ્રી રાજેશ પરમાર સાહેબ નાઓએ મિલકત સંબંધી જેવા ગુનાના કામે આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી એ. આર.ડામોર તથા પો.સ.ઇ.શ્રી આઈ.આર.દેસાઇ નાઓના સીધા સુપરવિઝન હેઠળ મોજે-મોસીટ ગામેથી ફરીયાદીશ્રી સોમાભાઈ ભાયલાલ વસાવા નાઓની ખાતાની જમીન માં સુર્ય પ્રકાશથી ચાલતી ROTOSOL RS5000 SOLAR PUMP CONTROLLER WITH MPPT નામની મોટર ગઈ તા.૧૧/૧૦/૨૦૨૦ ના રોજ કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ ગયેલા હોવાની ફરીયાદ અત્રેના ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે રજીસ્ટર થતા આ કામના આરોપીઓને શોધી કાઢવા સારૂ ખાનગી બાતમીદારો રોકી તપાસ કરતા હતા તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી. એ.આર.ડામોર નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, ઉપરોકત ચોરીમાં ગયેલ મોટર મોસીટ ગામના (૧) ઉમેશભાઇ ધનજીભાઇ વસાવા (૨) જગદીશભાઇ મંગાભાઇ વસાવા (૩) સંજયભાઇ વિઠઠલભાઇ વસાવા ત્રણેય રહે મોસીટ તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓએ ચોરી કરી લઈ જઇ કલમભાઇ રેવાભાઈ વસાવા નાઓને ખેતરના શેઢા પર જંગલ વિસ્તારમાં ઊંચા ઘાસમાં સંતાડેલ હોવાની બાતમી મળતા જે બાતમી આધારે ઉપરોકત ઇસમોના ઘરે જઈ તપાસ કરતા આરોપી નં.૨,૩ નાઓ ઘરે મળી આવેલ હોય જેથી તેઓને પો.સ્ટે લઇ આવી ઉપરોક્ત ગુનાના કામે પુછપરછ કરતા આરોપી નંબર (૧),(૨),(૩) નાઓએ ઉપરોકત ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરની ચોરી કરી મોસીટ ગામના કલમ ભાઇ રેવાભાઇ વસાવા નાઓના ખેતરના શેઢા ઉપર સંતાડી રાખેલ હોવાની કબુલાત કરતા હોય જેથી સદર પકડાયેલ આરોપી નંબર (૨),(૩) નાઓને સાથે રાખી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટર મળી આવતા મુદ્દામાલ સાથે આરોપીઓને દેડીયાપાડા પો.સ્ટે. લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વોન્ટેડ આરોપી- ઉમેશભાઇ ધનજીભાઇ વસાવા રહે. મોસીટ તા.દેડીયાપાડા જિ.નર્મદા ના ગુનાના કામે પકડવા સારું આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here