કોલવાણ -રાણીપુર વચ્ચે કાચુ ડાયવર્ઝન નુ કામ વેઠ ઉતારતા વાહનચાલકોને ભારે હાલાકી …
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ -રાણીપુર ગામ વચ્ચે દેહલી નદી પરનુ પુલનું કામકાજ પુર્ણ ન થતાં અને પાકુ ડાયવર્ઝન ન બનાવતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે, ત્યાર બાદ તંત્ર ને વારંવારની રજુઆત ને કારણે વરસાદ ની નીકળતી સિઝનમાં સિમેન્ટના પાઇપો નાંખી કામચલાઉ કાચુ ડાયવર્ઝન બનાવ્યુ હતું. પરંતુ આ કામ વહેતા પાણીના પ્રવાહ નિકળી જાય અને થોડુ વધારે પાણી આવે તે કેપીસીટીને ધ્યાને લઈને ને કામ થયેલ નથી. અને તે પણ અપુર્ણ કામ કરી કોલવાણ સાઈટ માં પાઈપો નાંખવામાં આવ્યા નહોતાં.અને યોગ્ય રીતે પુરાણ પણ કર્યું નહોતુ.જેના કારણે રાત્રે વરસાદ વરસતા થોડુ પાણી માં વધારો થતાં કોલવાણ ગામ સાઈટમાં જ્યાં પાઈપો નાંખવામાં આવ્યા નહોતા.અને પુરાણ કરેલ નહોતુ. તે સાઈટમાં રાત્રે વધુ ધોવાણ થઈ જતાં પરિસ્થિતી રહેવા પામી છે .કારણ કે તંત્ર દ્રારા કામ ફક્ત વેઠ ઉતારવામાં આવે છે. જેના કારણે કેટલાંક વાહનચાલકો ની ટૂ-વ્હીલર પાણીમાં એન્જિન સુધી પાણી આવી જતાં મેઈનટેનન્સ ખર્ચો ઝીકાયો છે. જે ફક્તને ફક્ત તંત્ર અને તંત્રના કન્ટ્રાકટરો જવાબદાર છે. અને આ રસ્તો સેલંબા -કુંકરમુંડા-નંદુરબાર ને જોડતો આંતરરાજ્ય ધોરી માર્ગ છે. જે રોડ મોટી સંખ્યામાં રાહદારીઓ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો મહત્વનો માર્ગ છે.
રીપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા