- કેવડીયા ખાતે પી.એમ.ના કાર્યક્રમ માં CRPF ની ત્રણ જેટલી મહિલા જવાનો ચક્કર આવતા સારવાર અપાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર 30 અને 31 ઓક્ટોમ્બરે પી.એમ.મોદી કેવડિયા ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમ માટે આવ્યા છે ત્યારે આજે બીજા દિવસે સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ગયા હતાં. જ્યાં 31મી ઓક્ટોબરે મોદીના કાર્યક્રમને લઈને કેવડિયા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમ્યાન PM મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક CRPF ની મહિલા જવાન પૂજા કુજુર અને અન્ય 2 મહિલા જવાન મળી કુલ 3 CRPF ની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જો કે નજીકમાં જ ફરજ પર હાજર અન્ય જવાનો એ આ મહિલાને સાંભળી લીધા બાદ ત્યાં હાજર આરોગ્ય કર્મીઓએ એમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈ સારવાર શરૂ કરી હતી. જો કે, ત્યાંના હાજર તબીબોએ જણાવ્યું હતું કે,સવારે ચ્હા-નાસ્તો ન કર્યો હોય તો આવી ઘટના બનવાની શકયતા રહેલી છે.