કેવડિયા પીએમ કાર્યક્રમમાં ગયેલા તમામના કોરોના ટેસ્ટ કરી તમામને ફરજીયાત ૧૪દિવસના કોરોન્ટાઇનકરવાની આમઆદમી
પાર્ટીની માંગ
પીએમ કાર્યક્રમમા ગયેલા સાગબારા તાલુકાના કાર્યકર્તાને કોરોના ટેસ્ટ તેમજ જીલ્લાના તમામ તાલુકાના કાર્યકર્તાને કોરોના ટેસ્ટ કરી
કોરોન્ટાઇન કરવા જણાવ્યું
આદમી પાર્ટીએનર્મદા કલેકટર,મામલતદાર તથા સાગબારા પોલીસને આવેદન આપતાચકચાર
કેવડીયામા ૨૪થી વધારે કર્મચારીઓના કોરોના સંક્રમીત વધતા જતા કેસોચિતાનો વિષય
કેવડિયા ખાતે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાસાગબારા તાલુકાના કાર્યકર્તાને કોરોનાટેસ્ટ તેમજ જીલ્લાના તમામ તાલુકાના
કાર્યકર્તાને કોરોના ટેસ્ટ કરી કોરોન્ટાઈન કરવા બાબતેઆમ આદમી પાર્ટીએ નર્મદા કલેકટર,મામલતદાર તથાસાગબારા પોલીસને
આવેદન આપતા ચકચાર મચી જવા પામી છે.જેમાં જણાવ્યુ છે કે હાલ કોરોના મહામારીના લીધે વિશ્વવ્યાપી ભય ફેલાઈ રહયા છે.
અને દિવસે દિવસે કરોના સંક્રમિત ના કેસો વધી રહયા છે. વર્તમાનમાં કોઇ વેકસીન ઉપલબ્ધ નથી તેવા સમયે કેવડિયા ખાતે
ભારતના વડાપ્રધાન કેવડિયાખાતે જંગી જનમેદની સાથે કાર્યકમ કરેલ છે. જેમા ૨૪ થી વધારે કર્મચારીઓના કોરોના સંક્રમીત થયેલછે.
ઉપરોક્ત વડાપ્રધાન નરેન્દ્રમોદીનાતેમજ નર્મદા જિલ્લાના કાર્યક્રમમાં તમામ તાલુકાનાકાર્યકરો પણ કેવડિયા ખાતે ગયેલ છે. જેઓને
ફરજીયાત પણે કોરોના ટેસ્ટ લઇ અને ફરજીયાત ૧૪ દિવસના કોરોન્ટાઇન કરવામા આવે જેથી અન્ય કોઈ સ્થાનીકવ્યક્તિને
કોરોનાની અસરથી બચાવી શકાય .જે સરકારી તંત્રની જવાબદારી થાય છે.ત્યારે અમારી માંગ છે કે જેટલા પણ કાર્યકર્તાઓ કેવડિયા
ખાતે કાર્યક્રમમાં ગયેલા હોય જેનો કોરોના ટેસ્ટ લઇ ફરજીયાત ૧૪ દિવસના કોરોન્ટાઇનકરવામા આવેજો આ કાર્યવાહી નહી
કરવામાં આવે તો જીલ્લા કોરોના સંક્રમણ બાબતની તમામ જવાબદારી નર્મદા કલેકટરની તેમજ જીલ્લાના સંપૂર્ણ પોલીસ તંત્રની અને
સરકારી તંત્રની રહેશે તેમ જણાવતા તંત્ર હરકતમા આવી ગયુ હતુ. હવે એ જોવુ રહયુ કે તંત્ર કોરોના ટેસ્ટ કરાવે છે કે નહીં.