કવાંટ પશુ માર્કેટ પાછળ થી મહેન્દ્રા ઝાયલો ગાડી માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કુલ કિંમત 4,41,440 નો મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ..
કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂ બંધીના કાયદાનું કડક અમલ થાય તે અનુંસંધાને કવાંટ પી.એસ.આઈ કવાંટ ટાઉન માં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન કવાંટ પો.સ.ઇ સી. કે નિનામા તથા સ્ટાફના માણસો કવાંટ ટાઉન માં પશુ માર્કેટ પાછળ થી મહેન્દ્રા ઝાયલો ગાડી નંબર GJ 06 EH 8049 માં તપાસ કરતા ઇંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ 288 ની કિંમત રૂ.91,440 તથા વિદેશી દારૂ ની હેરાફેરી માં વપરાયેલ ગાડી ની કિંમત રૂ. 3,50,000 મળી કુલ 4,41,440 નો મુદ્દામાલ પકડી પડ્યો હતો. સદર ગાડી નો ચાલક ઈશ્વર ભાઈ ઝેદા ભાઈ રાઠવા રહે, પશુ માર્કેટ પાછળ, નવી વસાહત, તા.કવાંટ, જી.છોટાઉદેપુર મૂળ રહે, આમસોટા, પટેલ ફળિયા, તા.કવાંટ ના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોટર સમીર ઘોરી કવાંટ