ઉપરવાસ માંથી પાણીની આવક થતા નર્મદા બંધ ના ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારો ને સાબદા કરાયા

0
388

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધ ના ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારો ને સાબદા કરાયા

ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળ ના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.આજે નર્મદા બંધ માં ઉપરવાસ માંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે સરદાર સરોવર નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા , ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારો ને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ નર્મદા બંધ નું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે.

રિપોર્ટર: નયનેશ તડવી નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here