આમ આદમી પાર્ટી સાગબારા તાલુકો તેમજ ડેડીયાપાડા તાલુકા ના હોદ્દેદારો ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લક્ષી આયોજન મિટિંગ ડેડીપાપાડા ખાતે કરવા માં આવી.
જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ની અધ્યક્ષતા માં મિટિંગ થઈ જેમાં ચૂંટણી લક્ષી રણનીતિ બાબતે ચર્ચાઓ થઈ. સાગબારા-ડેડીયાપાડા તાલુકા ના સંગઠન ની ચર્ચા થઈ તેમજ વધુમાં વધુ બેઠકો જીતી શકાય તે બાબતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી એ સલાહ સુચન આપ્યા.
સાથે આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લા ના પ્રમુખ ડૉ. કિરણ વસાવા એ જિલ્લા ની સ્થાનિક રાજનીતિ નો અભ્યાસ અને આજસુધી ની રણનીતિઓનો અભ્યાસ કરી નિચોડ બહાર કાઢી કાર્યકર્તાઓ ને નવી રણનીતિઓ બાબતે માહિતગાર કર્યા.
આમ આદમી પાર્ટી જીત હાસિલ કરવા કઈ રીતે કાર્ય કરશે, ચૂંટણી પ્રચાર કઈ રીતે કરશે વગેરે બાબતો ની ચર્ચા કરી.
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા