આદીમજાતી આદિવાસીઓ દ્વારા SOU મા કાર્યવાહી મુદ્દે તંત્રને નોટિસ આપવામાં આવી છે.10દિવસમાં જવાબ માંગ્યો

0
423

આદીમજાતી આદિવાસીઓ દ્વારા SOU મા કાર્યવાહી મુદ્દે તંત્રને નોટિસ આપવામાં આવી છે.10દિવસમાં જવાબ માંગ્યો


વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Tribal notice to administration) નિર્માણ બાદ સરકારે એ વિસ્તારના વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન નિયમન સત્તા મંડળની રચના કરી.કેવડિયા, વાગડીયા, નવાગામ, લીંબડી, ગોરા, વસંતપુરા, મોટા પીપળીયા, નાના પીપળીયા, ઈન્દ્રવર્ણા, ગરૂડેશ્વર, બોરીયા, ગભણા, ભુમલિયા, કોઠી સહિત 14 ગામો સત્તા મંડળમાં આવરી લેવાયા.

કાયદાની આંટીઘૂંટીને લીધે એ 14 ગામના આદિવાસીઓ (Tribal notice to administration)સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળનો જોરશોરથી વિરોધ કરવા લાગ્યા હતા.દરમિયાન એ 14 જેટલા ગામોની જમીનમાં સરદાર સરોવર નર્મદા નિગમે તાર-ફેનસિંગ કામગીરી ચાલુ કરતા વિવાદ વકર્યો હતો.
હવે સરદાર સરોવર નર્મદા નિગમની આ જ કામગીરી (Tribal notice to administration) વિરુદ્ધમાં આદિમજાતિ આદિવાસીઓ (તેઓ પોતાને AC એટલે એન્ટી ક્રાઈસ્ત ભારત સરકાર તરીકે સંબોધે છે, એમનું કહેવું છે કે અમે ભારત દેશને 99 વર્ષના લિઝ પર આપ્યો હતો) તંત્રને એક નોટિસ પાઠવી જમીન આદિવાસીઓને પરત કરવા જણાવ્યું છે.

તેમણે પોતાની નોટિસમાં જણાવ્યું છે કે અમે ભારતના ખરા માલિક (Tribal notice to administration) છે, અમે જ ભારત સરકાર છે.14 ગામોમાં AC ભારત સરકારની પરવાનગી વિના કોઈ જ કાર્યવાહી થઈ શકે નહીં.એ જમીન અમારી છે, એ જમીનમાં ઉતપન્ન થતું મિન્ટ, ધાતુ, મટિરિયલ્સ, પૈસા, લોખંડ, સોનુ, વગેરે વસ્તુ અમારું (AC ભારત સરકારનું) છે.

નોટિસમાં વધુમાં જણાવ્યું છે કે ભારત દેશ પર શહેનશાહ, બાદશાહ, અંગ્રેજોએ આદિવાસીઓને લૂંટયા જ છે.મહાત્મા ગાંધી અને ઇરવિન એક્ટ 1931/1935 સેક્શન 55, કલમ-36 મુજબ દરેક લોકોએ ભારત છોડીને ચાલ્યા જવું આદિવાસીઓ માંગે (Tribal notice to administration)ત્યારે દેશ ખાલી કરી એમને આપી દેવો એવો ઓર્ડર લંડનથી થઈ ચૂક્યો છે એના દસ્તાવેજી પુરાવા પણ છે, માટે AC આદિમજાતિ આદિવાસીઓએ દેશ ખાલી કરવાનો રહેતો નથી
દેશના બંધારણના દસ્તાવેજ જોઈએ તો ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ મુજબ અમે ભારત દેશને વર્ષ 1870 માં 99 વર્ષના પટે લીઝ પર આપ્યો હતો જે સમય વર્ષ 1969 માં પૂર્ણ થયો અને હાલમાં એને 51 વર્ષ ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલમાં જે થઈ રહ્યું છે તે પોલીસ, SSNL અને એકતા ટ્રષ્ટ સત્તા મંડળના કહેવાથી AC આદિમજાતિ આદિવાસી પરિવાર ઉપર ત્રાસ-મારપીટ થઈ રહી છે.

AC ભારત સરકાર એટલે શું?

AC એટલે Ante Crist (ઈસુ ક્રિષ્ટની સદી પેહલા રહેવાવાળા લોકો) કહેવાય છે કે જ્યારે દેશમાં આઝાદીની લડત ચાલી રહી હતી ત્યારે તે વખત આદિવાસી અગેવાન AC કુંવર કેસરી સિંહે ભારત દેશના અસલી (Tribal notice to administration)માલિક આદિવાસીઓ હોવાનો અંગ્રેજોને વિશ્વાસ અપાવવાનું કાર્ય કર્યું હતું.એમણે 1930 થી આદિવાસીઓને જાગૃત કરવાનું કાર્ય કરી અંગ્રેજો સાથે પત્ર વ્યવહાર કર્યા હતા.જેમાં અંગ્રેજોએ જ બનાવેલા 1857 કાયદા મુજબ 1931-35 ની ગોલ મેજી પરિષદમાં લોર્ડ ઇરવિન અને મહાત્મા ગાંધીનો એક કરાર થયો હતો જેને ગાંધી-ઇરવિન કરાર કહેવાય છે.
એ કરાર મુજબ ભારત દેશને “અખિલ આદિવાસી એક્સકલુડેડ પાર્શિયલ એરિયા” કહેવાયો, એનો મતલબ અદિવાસીઓનો દેશ જેમાં કોઈએ હસ્તક્ષેપ કરવો નહીં.

AC કુંવર કેસરી સિંહે પોતાને 07 જાન્યુઆરી 1969 ના દિવસે કોર્ટ સમક્ષ મૂળ વારિસ સાબિત કરી દીધા. આ બાબતને બકિંગમહામ પેલેસ, લંડનથી 07 જાન્યુઆરી 1969 ના રોજ 64 રાષ્ટ્રોના 142 ડેલીગેટ્સ, (Tribal notice to administration)કોમનવેલ્થ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ કરાયું હતું.આ જ કારણે આદિમજાતિ આદિવાસીઓ પોતાને દેશના માલિક એટલે AC ભારત સરકાર તરીકે સંબોધે છે.
AC ભારત સરકારની કાર પર લાલ લાઈટ પણ હોય છે. AC ભારત સરકારની પ્રણાલિને અનુસરતા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લાખો આદિવાસી લોકો વસેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here