આદિવાસી સમાજના ઈન્ડિયન રોબીન હૂડ જનનાયક અમર શહીદ ટંટયા મામા નો ૧૭૯ મોં જન્મદિવસ.ટંટયા મામાને આદિવાસી સમાજ દ્વારા ભગવાન તરીકે પુંજવામા આવે છે.

0
126

*અહેવાલ*
*- વાલસિંહભાઈ રાઠવા, છોટાઉદેપુર.*

*આજે ઈન્ડિયન રોબીન હૂડ જનનાયક અમર શહીદ ટંટયા મામા નો ૧૭૯ મોં જન્મદિવસ*
ખુદ અંગ્રેજોએ જેમને ઈન્ડિયન રોબીન હૂડ તરીકે ની ઓળખ આપી હતી તેવા આઝાદી પહેલાં બ્રીટીશ સરકાર ને હચમચાવનાર અમર શહીદ યોધ્ધા ટંટયા મામા નો જન્મ મધ્યપ્રદેશ ના ખંડવા જિલ્લાના પંધાના તાલુકાના બડધા ગામે ઈ.સ 1842 ની ૨૬ મી જાન્યુઆરી એ પિતા ભાઉસિંહ ના ઘરે થયો હતો.
ટંટયા બાળપણથી જ પાતળા અને લાંબા, દુબળા પાતળા હોવાને કારણે નિમાડ ક્ષેત્રમાં નિમાડી ભાષામાં જેને જુવારના સુકાયેલા પાંદડાને ટંટા કહેવામાં આવે છે , અને ટંટયા ને બાળપણથી જ બધા ટંટા ટંટા કરીને બોલાવતા હતા અને જેનાં લીધે તેમનું નામ ટંટયા રાખી દેવા માં આવ્યું હતું લાઠી-ભાલા અને તીર કામઠુ ચલાવવામાં માહીર ટંટયા ને તે ચલાવવાની વિશેષ તાલીમ આપી હતી. અને ટંટયા એ ધનુર્વિદ્યા માં નિપૂણતા પ્રાપ્ત કરી લીધી હતી, લાકડીઓ અને ગોફણ કળા માં પણ નિપુણતા મેળવી. બ્રિટીશ સરકાર વખતે જમીનદારો દ્વારા કર્જે રુપિયા આપી ગરીબ વર્ગના લોકો નું ખુલ્લેઆમ કરાતુ શોષણ થી નારાજ ટંટયા એ બાળપણથી જ ગરીબ વર્ગના લોકોને ઉંચા વ્યાજે પૈસા આપનારાઓની હેરાનગતિથી કંટાળીને તે પોતાના કેટલાક સાથીઓ સાથે જંગલમાં કૂદી ગયો, અને ગરીબ વર્ગના લોકો ના કરાય રહેલા શોષણ થી વિફરેલા ટંટયા એ એક ટોળકી બનાવી બ્રીટીશ સરકાર નો ખજાનો લૂંટી ને પુરા નિમાડ તથા છોટાનાગપુર ક્ષેત્રમાં ગરીબ વર્ગના લોકોને ખાવા અને જીવવા માટે નુ અનાજ સહિતની જરૂરિયાતો પૂરી પાડી સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે મસીહા તરીકે ઊભરી આવ્યો, દુષ્કાળની સ્થિતિ માં માલધાર વર્ગ અને અંગ્રેજ સરકાર ના ખજાના ઓ લૂંટી ને દુષ્કાળનો ભોગ બનેલા લોકો માટે સરકારી ટ્રેનોમાં લઈ જવાતા અનાજ ના જથ્થો લૂંટી ને ગરીબ લોકો રોટલો ખાઇને સૂવે તેવા હેતુથી, ગરીબ ભૂખ્યો રહે નહીં તેવા હેતુથી ગરીબોની સેવા નુ બીડું ઝડપ્યું, અને સામાન્ય વર્ગના લોકોમાં એટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે લોકો તેમને ફરિશ્તા નો અવતાર માની ભગવાન ટંટયા અને સૌના મામા તરીકે ઓળખવા લાગ્યા, તો ખુદ અંગ્રેજોએ તેમને ઈન્ડિયન રોબીન હૂડ નામ આપી દીધું.એમની આટલી બધી લોકપ્રિયતા ના કારણે જ ૧૧ ઓગસ્ટ ૧૮૮૯ માં જ્યારે અંગ્રેજ સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ઈન્દોરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે જનનાયક મામા ની એક ઝલક પામવા લોકો માં ભારે ઘસારો જોવા મળ્યો હતો, દેશદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા ટંટયા મામા ની ઈન્દોર થી ટ્રાન્સફર વોરંટ થકી જબલપુર જેલમાં લાવવા માં આવ્યા હતા અને બ્રીટીશ સરકાર દ્વારા અમાનવીય અત્યાચારો ગુજારી ૪ ડિસેમ્બર ૧૮૮૯ ના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી, અને તેમના મ્રુતદેહને મધ્યપ્રદેશ ના ખંડવા જિલ્લાના પાતાળપાણી નજીક જંગલો અને પહાડોની ખીણોમાં ફેંકી દેવામાં આવ્યો હતો, હાલમાં ત્યાં તેમનું સ્મારક બનાવવા માં આવ્યું છે અને આજે પણ આ ખીણ પ્રદેશમાં થી પસાર થતી તમામ રેલ્વે ટ્રેનો ને ટંટયા મામા ના સ્મારક પાસે એક મિનિટ માટે વગર સ્ટેશને રોકવામાં આવે છે અને ત્યારબાદ લાંબો હોર્ન વગાડ્યા પછી જ ત્યાં થી રેલગાડી આગળ ધપાવવા આવે છે , અને જો તેમ ન કરવા માં આવે તો આગળ રેલગાડી વધી શકે જ નહિ અને આ અગાઉ અનેકવાર આ રીતે રેલગાડી રોકવામાં ન આવી હોય ત્યારે મુસાફરો ને અકસ્માત નો શિકાર બનવું પડ્યું હોય જેથી એ વાત નો સ્વિકાર કરતાં રેલવે તંત્ર એ ટ્રેન નહીં રોકવાની ભૂલ ક્યારેય કરતું નથી.દેશ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ,રાજસ્થાન,મહારાષ્ટ્ર, ના આદિવાસી ઓ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે સૌથી પહેલાં અંગ્રેજ હકૂમત સામે બંડ પોકારનાર જનનાયક અમર શહીદ ટંટયા ભીલ ની જન્મજયંતી પણ ભાવ પુર્વક ઊજવી રહ્યા છે.
છોટાઉદેપુર થી વાલસિંહભાઈ રાઠવા ના જણાવ્યા અનુસાર ગરીબ અને લાચાર લોકો માટે શહીદી વ્હોરનાર જનનાયક અમર શહીદ યોધ્ધા ટંટયા મામાના પાતાળપાણી નજીક જંગલો માં આવેલા સમાધી સ્થળ પર પહોંચી પોતાની આરાધ્ય દેવ તરીકે આસ્થા ઓ અને માનતાઓ રાખીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે,અને આજે પણ નિમાડ ,છોટાનાગપુર સહિત ના વિસ્તારો તથા સમગ્ર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન મહારાષ્ટ્ર, રાજ્યો માં ગામ -ચોરાહે તેમની પ્રતિમાઓ જોવા મળે છે અને આજે પણ લોકો ભગવાન માની ને પૂજે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here