આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નેત્રંગ દ્વારા સ્વચ્છતા ગ્રહી અને સ્વચ્છતાના યોધ્ધાઓની તાલીમ યોજાઈ.

0
120

આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નેત્રંગ દ્વારા સ્વચ્છતા ગ્રહી અને સ્વચ્છતાના યોધ્ધાઓની તાલીમ યોજાઈ.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં તા : ૦૩/૧૨/૨૦૨૦ ના રોજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નેત્રંગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતનાં છેવાડાના વિસ્તારોમાં જળ, જંગલ,અને જમીન ની સાથે પર્યાવરણની જાળવણી અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ સહિત મહિલા સશક્તિકરણ અને આવકમાં વધારો થાય તેવા કાર્યો કરી રહ્યા છે, પરંતુ હાલ માં ચાલી રહેલી કોરોના મહામારી ના કારણે હેલ્થ ની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેમાં ડેડીયાપાડા ખાતે બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડો.હેતલબેન ના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા ખાતે બે દિવસીય સ્વચ્છતા અંગે ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લોક હેલ્થ ઓફિસર નો ઉમદા ભાગ રહ્યો હતો તેમની સાથે ANM, FHW, CHO, MPHW, તથા આશાવર્કર બહેનો થઈ ૩૨ ગામ ના કૂલ ૧૨૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો આ આયોજન માં બ્લોક હેલ્થ ઓફિસ ના તમામ કર્મચારીઓ નો સહયોગ ખૂબ સારો રહ્યો..આ કાર્યક્રમ ની શરૂઆત માં સંસ્થા માથી આવેલા એરિયા મેનેજર શ્રી દશરથભાઈ દ્વારા સસ્થાનો પરિચય અને હાલ માં ચાલી રહેલા હાઈજીન પ્રોજેકટ વિષે માહિતગાર કર્યા. જેમાં DFID અને યુનિ લિવરની ભાગીદારીથી કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટેના તેમના પર ઝડપી કામ કરવા માટે આ ગઠબંધન થયેલ છે. જેમા આ બન્ને કંપનીના આર્થીક સહયોગથી આ પ્રોજેક્ટ તાલુકાનાં ૩૨ગામોમા સરકારશ્રીના સહયોગથી સ્વચ્છતાની વર્તણૂકોમાં સુધારો, મજબુતીકરણ અને ટકાવી રાખવા અને કોવિડ -19 સામે પોતાને સુરક્ષિત રાખવા માટેનુ એક અભિયાન ચલાવવા માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે . કોવિડ-19 ની મહામારી અંગે લોકોમા સાવચેતી અને સલામતી માટે વધુમા વધુ જાગ્રૃતિ ઉભી થાય,લોકો સ્વચ્છતાની ટેવોનુ વ્યવસ્થિત પાલન કરે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ઘણા સરાહનીય કામગીરી થઇ રહી છે જેના વધુ પ્રચાર અને પ્રસાર થાય અને લોકોમા જાગ્રૃતિ વધે તે માટે આગાખાન ફાઉન્ડેશન, DFID અને હિન્દુસ્તાન યુની લીવર ના સયુંક્ત ઉપક્રમે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. અને આ તાલીમ ને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ સુનિલભાઈ અને દીપિકાબેન તથા તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.


✒️જેસીંગ વસાવા બ્યુરો ચીફ નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here