-
અબડાસા તાલુકાના બાંડિયા ગામે પવનચક્કીઓ નાખવામાં આવેલ છે. આ પવનચક્કીઓ માટે જે વીજલાઈન ની જરૂર પડે છે તે જ વીજલાઈન પોલ દ્વારા પસાર કરવામાં આવી છે અને આ પવનચક્કીઓ ત્યાં જ નાખવામાં આવે છે જયાં પશું પક્ષીઓનુ રહેણાંક વિસ્તાર છે જેનાં કારણે વન્યજીવોને નુકસાન પહોચે છે તા.20. 11.2020 ના રોજ વીજલાઈનને અડવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું છે આજુબાજુ અન્ય ગામોમાં પણ વીજલાઈનો ખુલ્લી હોવાથી રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ અન્ય વન્યજીવોને ધણુ નુકસાન પહોચે છે હાલમાં રાષ્ટ્રીય પક્ષી ની સંખ્યા લગભગ 2000 થી 2200 જેટલી છે તેમાં પણ જો આવી રીતે મોરનું મોત નીપજતુ રહેશે તો ભારતનો રાષ્ટ્રીય પક્ષી વિલુપ્ત થઈ જશે તો પવનચક્કી ની વીજલાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે એવી ગ્રામજનો ની માંગણી છે અને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને રાષ્ટ્રીય પક્ષી તથાં અન્ય વન્યજીવો આવી જ રીતે નુકસાન પહોચતુ રહેશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે
જાડેજા સચિનસિંહ મહેન્દ્રસિંહ
લાખીયાર ઓસમાણ
જાડેજા હરદિપસિંહ કિશોરસિંહ
સંગાર ઓસમાણ
ભાનુશાલી ગોપાલભાઈ વેલજી
કાઠી ઈમરાન સિધિક
સ્ટોરી. રમેશ ભાનુશાલી અબડાસા કચ્છ