શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલ તે હે. શિક્ષક દિન નિમિતે નસવાડી તાલુકા ના ચોરામલ પ્રાથમિક શાળા ના શિક્ષક ની અનોખી પહેલ જોવા મળી.

0
249
શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલ તે હે. શિક્ષક દિન નિમિતે નસવાડી તાલુકા ના ચોરામલ પ્રાથમિક શાળા ના શિક્ષક ની અનોખી પહેલ જોવા મળી.આજના આધુનિક યુગ માં જ્યારે શિક્ષકો રજા પગાર ના આંદોલન કરે છે. પરંતુ ચોરામલ પ્રાથમિક શાળા ના શિક્ષકો સુરેશ ભાઈની અલગ વિચાર ધારા છે કે જે ગરીબ બાળકો દ્વારા શિક્ષક ના ઘરના સભ્યો નું જીવન ધોરણ ચાલે છૅ. તો આ આદિવાસી બાળકો ના શિક્ષણ માટે મરણ તોડ પ્રયત્ન કેમ ન કરીએ.
આજે ગરીબ ને આદિવાસી બાળકો ને પુસ્તકો કે નોટ પેન પેન્સિલ નથી મળતા ત્યાં શિક્ષક સુરેશ ભાઈ સ્વખર્ચે નોટ પેન પેન્સિલ દફતર બધું આપે છે.
સાથે સાથ બાળકો ના વાલી ને એમના જન્મદિવસ ની ખબર નથી હોતી ત્યાં શિક્ષકો દરેક બાળક ના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક લાવી ઉજવણી પણ કરે છે. દરેક તહેવાર જેવાકે હોળી પર રંગ લાવી આપે દિવાળી પર ફટાકડા ઉતરાયણ પર પતંગ હર ઉત્સવ પોતાના સ્વખર્ચે શાળા ના બાળકો સાથે ઉજવે છે . એક સમય એ આશાળા ના શિક્ષક સુરેશ ભાઈ પર ખોટો કલંકિત આક્ષેપ પણ લાગ્યો હતો તે સમયે સુરેશભાઈ પોતે જીવન થી નાસીપાસ પણ થયા હતા પણ આ ગારિબ બાળકો ના પ્રેમ અને લાગણી ના કારણે તેવો હતાશા ખખેરી ને બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણીક કાર્ય માં જોતરાયા અને ત્યાર બાદ તેવો એ બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રયાસો હાથ ધર્યા જેમાં તેવો છોટાઉદેપુર કલેકટર પાસે જમીન ની માંગણી કરી અને તેવો ને 16 એકર જમીન મળી જેમાં નવું બીલડીગ બાંધવામાં આવ્યું ત્યાર બાદ સુરત અને વલસાડ જઇ ને 20 હજાર ના વિદેશી છોડ લાવી પોતે શાળા સમય બાદ જમીન ખોદી ને વૃક્ષો વાવ્યા અને સુંદર બાળ અભિયારણ બનાવ્યું. તેવો ભયકર બીમારી માં સપડાયા હતા પરંતુ બાળકો ના ભવિષ્ય માટે તેવો સતત ઉનાળામાં પણ શાળા માં જઇ ને પોતાનું શિક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હાલ ધોરણ 1થી 5 ના બાળકો તાલુકામાં અભિયાસ બાબતે અંગ્રેસર છૅ. ઘણાં ખરા બાળકો ખાનગી શાળા છોડી ચોરામલ પ્રા. શાળા માં અભ્યાસ અર્થે આવેલા છૅ. આ શિક્ષક ની કામ ગિરી જોઈ તેમના ઉપ શિક્ષક રેણુકા બેન પટેલ તેમની કામગરી થી પ્રોત્સાહિત થઈ જીલ્લા માં પ્રથમવાર સી.સી ટી .વી કેમરા માટે 20 હજાર નું યોગદાન આપીયુ.આ શાળા માં બાળકો માટે ઠંડા પાણી ના કુલર પણ મૂકાયું આશાળા સંપૂર્ણ આધુનિક અને ખાનગી શાળા કરતા પણ સારી બનાવા નો યસ સુરેશ ભાઈ અને તેમના સાથી શિક્ષક રેણુકા બેન ને જાય છે.તે છે કે બાળકો છે તો અમારું ઘર ચાલે છે બાળ દેવો ભવ ની રાહે એ શિક્ષકો આદિવાસી બાળકો ને પોતાના સ્વખર્ચે ઉજવણી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here