વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણ નુ કૌભાંડ પકડાયું. વન્ય

0
405

વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણ નુ કૌભાંડ પકડાયું. વન્ય જીવો ની તસ્કરી નો પર્દાફાસ.

આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી આજરોજ ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવેલ છે. જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર , અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર સાહેબ આર. એફ.ઓ. જે.બી. ખોખર. આર.એફ.ઓ સપના બેન ચૌધરી સાહેબ તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરી સાહેબ નો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો. ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને A.W.B.I. & S.P.C.A. અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વન્યજીવ આંધળી ચાકણ નો ૧૫ નંગ ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પાડવામાં આવેલ છે. ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવ નું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓ ની વોચ માં હતા. જે આજરોજ સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયેલ છે. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. વધુમાં ખાસ જણાવવાનું કે હું આપના માધ્યમથી તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુ ઓને અપીલ કરું છું કે આવી બધી ગેરકાનુની માનસિકતામાં આપ સૌ આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરો છો તથા નિર્દોષ અબોલ જીવોને રંજાડી ને ક્રૂરતા આચરી ને અબોલ જીવો ની હત્યા ના ભાગીદાર થાઓ છો સદર સરીસૃપ ને આ આ ગુનેગારો વજન વધારવા માટે સાયકલના બેરિંગના છરા તેઓના મોં વાટે શરીરમાં દાખલ કરે છે અને ક્રૂરતા આચરે છે જેનાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે સદર 15 જીવો નું મેડિકલ થવું પણ જરૂરી છે તેમજ આ જીવોને કેટલાય સમયથી ખોરાક પાણી વગર રાખવામાં આવેલ છે જેથી તેઓને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી છે જેથી હું આપ સહુ પ્રેસ ટીવી ન્યૂઝ ચેનલ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સદર અબોલ જીવોને નવું જીવન મળે તેવી હું અપીલ કરું છું

બ્યુરો રિપોર્ટ :જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here