લોકડાઉન દરય્માન અટકી પડેલ સેલંબા બસ ડેપોનુ કાર્ય ફરી ચાલુ કરાવામાં આવ્યુ,
નર્મદા : તા. ૮ મી સપ્ટેમ્બર, સાગબારા તાલુકા ના વડી વેપારી મથક સેલંબા ગામે નવા બસ ડેપોનુ કામ રૂપિયા 2 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યુ છે.
પરંતુ આ કામ ચાલુ વર્ષે કોરોનાના લોકડાઉનના કારણે અટકી પડેલ હતું. તે કામ ફરી થી હાલમાં ચાલુ કરવામાં આવી રહ્યુ છે. સાગબારા તાલુકાનુ સેલંબા એ વેપારી મથક તરીકે પણ ઓળખાય છે. અને અહી રાજ્ય તેમજ આંતરરાજ્ય બસો આવે છે તેમાંથી રાજ્યની તેમજ મહારાષ્ટ્ર રાજ્યની એમ કુલ અંદાજે 30 થી 35 બસો રાત્રી રોકાણ કરે છે.અને સેલંબા ગામ નજીકમાં બીજી બજાર વ્યવસ્થા ન હોવાને કારણે ખુબ મોટી સંખ્યામાં લોકો કામકાજ અર્થે આવતા હોય છે .અહીં સાગબારા તાલુકાના ઉપરાંત પડોશના સોનગઢ, ડેડીયાપાડા, મહારાષ્ટ્ર ના અક્કલકુવા તાલુકાના લોકો બજાર અર્થે આવતા હોય છે જે કારણે વાહનોની બિજી વ્યવસ્થાના અભાવને કારણે એસટી બસો મારફતે વેપારી પાર્સલો પણ આવતા હોય છે,.
બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા