ફિલ્મી ઢબે પીછો કરી એક લાખ ઉપરાંતના વિદેશી દારૂ સહિત ડસ્ટર ગાડી કબજે કરતી બાયડ પોલીસ.
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બાયડ પોલીસે ગત રાત્રે દોઢ વાગ્યાના સુમારે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી એક ડસ્ટર ગાડી કબજે કર્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બાયડ પોલીસ મથકના માણસો એ. એસ. આઇ. મોહનભાઈ વાઘાભાઈ, જુવાનસિહ ચુફરસિહ, નિરવકુમાર લક્ષ્મણભાઈ, અશોકસિંહ કાનસિહ, તથા વિક્રમસિંહ રતનસિહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રિએ બાયડ પોલીસ મથક વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં બાયડ બસ સ્ટેન્ડ ચોકડી પાસે રવિવારે રાત્રે દોઢ વાગ્યાના સુમારે ઉભા હતા ત્યારે ધનસુરા બાજુથી આવી રહેલી ડસ્ટર ગાડીને થોભાવતાં ચાલકે ગાડી પોલીસને જોઈ ભગાવી મુકતાં પોલીસને શંકા જતા તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં હરજીપુરાકંપા નજીક ડસ્ટર ગાડી મુકી, ચાલક અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે ગાડી પાસે પહોંચી ચેક કરતાં રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર.. GJ. 01. RL. 0146. ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ. 28.બોટલો નંગ. 948.મળી આવી જેની કિંમત રૂપિયા 1,13,946/- નો પ્રોહીબીટેડ મુદ્દામાલ તથા ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા 5,13,376/- નો મુદ્દામાલ કબ્જે કરી ડસ્ટર ગાડીના ચાલક સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.