પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા અને ઘોંઘબા તાલુકામાં વન્યપ્રાણીઓ માનવસાહતોમા આવી જવાની ઘટના બને છે. જાંબુઘોડાના મસાબાર ગામે પાણીથી ભરેલા કૂવામાં પડેલા દીપડાના બચ્ચાને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લઈને સારવાર આપવામા આવી હતી.

0
144
  • પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા અને ઘોંઘબા તાલુકામાં વન્યપ્રાણીઓ માનવસાહતોમા આવી જવાની ઘટના બને છે. જાંબુઘોડાના મસાબાર ગામે પાણીથી ભરેલા કૂવામાં પડેલા દીપડાના બચ્ચાને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લઈને સારવાર આપવામા આવી હતી.

    પંચમહાલ જીલ્લાની છેવાડે આવેલો જાંબુઘોડા તાલુકો વન્યસંપ્રદાથી ભરપુર છે.અહી જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય પણ આવેલુ છે.આ વિસ્તારમા આવેલા ગ્રામીણ વિસ્તારોની માનવ વસાહતોમાં દીપડા આવી જવાની ઘટનાઓ બનતી રહે છે.જાંબુઘોડા તાલૂકાના મસાબાર ગામે એક ખેડૂતના ખેતરના કુવામા દિપડાનૂ બચ્ચુ પડી જવાની ઘટના બની હતી.જેની જાણ સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.ત્યારબાદ વનવિભાગને જાણ કરવામા આવી હતી.વનવિભાગની ટીમ બનાવ સ્થળે આવી પહોચી હતી.અને દિપડાના બચ્ચાનૂ રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.ભારે જહેમત બાદ પાણીથી છલોછલ કૂવામા જાળીથી મદદથી કોઈ ઇજા ન પહોચે તેની સંભાળ રાખીને વનવિભાગ દ્વારા સલામત રીતે રેસકયુ કરીને બહાર કાઢવામા આવ્યુ હતૂ.અને તેને સારવાર આપવામા આવી હતી.સારવાર બાદ દીપડાના બચ્ચાને વન વિભાગ દ્વારા જંગલમાં છોડવામાં આવશે તેવી માહિતી વનવિભાગ પાસેથી મળી હતી.
    Crime reporter Gujarat તડવી મિતેષ વડોદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here