

કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એવોર્ડ વર્ષ 2020 માટે કાર્યક્રમ રાખેલ હતો જેમાં જિલ્લાકક્ષાના 2 તાલુકા કક્ષાના દરેક તાલુકામાંથી બે શિક્ષક તેમાંથી નસવાડી તાલુકામાં પાટડીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પટેલ જીગ્નેશકુમાર કનકભાઈ ને તાલુકા પારિતોષિક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓને તેમની નોકરી દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું સન્માન જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી છોટાઉદેપુર તરફથી મોમેન્ટો આપી સન્માન કરેલ છે.પટેલ જીગ્નેશકુમાર કનુભાઈ ને સરદારસિંહ બારૈયા દ્વારા તેઓને એવોર્ડ આપવામાં આવ્યો તેમજ શ્રીમતી ગીતાબેન રાઠવા દ્વારા મોમેન્ટો આપવામાં આવી.
રિપોર્ટર: નયનેશ તડવી નસવાડી