નસવાડી તાલુકાના ગઢબોરિયાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી…
બંને ડોકટરો હાજર ન હોવાથી ગરીબ આદિવાસી લોકોને હાલાકી….
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ગઢબોરિયાડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો ન આવેલા હોવાથી ગરીબ આદિવાસી લોકોને સારવાર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.સારવાર માટે ગયેલ દર્દીઓને સારવાર કર્યા વગર જ રિફર કરી દેવામાં આવે છે. ગઢબોરિયાદ CHC મા એક ડોકટર છે.અને પાંચ નર્સો છે.જ્યારે ડોકટર રજા પર છે.અને બે નર્સ ટ્રેનીંગ માં છે.અને ત્રણ નર્સ હાજર જોવા મળી હતી.જ્યારે PHC મા એક ડોકટર છે અને 3 નર્સ છે.જ્યારે ડોકટર ગેરહાજર જોવા મળ્યા છે.અને એક નર્સ રેપિટેશનમાં છે અને 2 નર્ષ હાજર જોવા મળ્યા હતા.હાલ માં ચોમાસામાં અનેક પ્રકારની બિમારીઓ થઈ રહી છે.જ્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો સારવાર કરાવવા માટે ગઢબોરિયાડ ખાતે સારવાર કરાવવા માટે આવતા હોય છે.ડુંગર વિસ્તારના લોકો સવારથી જ સારવાર કરાવવા માટે આવેલા હતા.પંરતુ ડોકટર હાજર ન હોવાથી વીલા મોઢે ઘરે પાછા ફળ્યા હતા.જ્યારે દવાખાનામાં ત્રણ જેટલી મહિલાઓને ડિલિવરી થઈ હતી અને ત્યાં એડમીત હતી.લેબ ટેકનિશિયન ના રૂમમાં પણ કોઈ પણ હાજર જોવા મળ્યું નથી.જ્યારે હાજર નર્સ ને પૂછવામાં આવતા જણાવેલ કે CHC અને PHC ના બંને ડોકટરો આજે આવ્યા નથી. જ્યારે ઇમરજન્સી કેસ આવે તો તેને ડોકટર ન હોવાથી સારવાર કર્યા વગર જ રીફર કરી દેવામાં આવી રહ્યા છે.ગઢબોરિયાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી લાલીયાવાડી ચાલી રહી છે.તો ઇમરજન્સી માં આવેલ દર્દીને જો સમયસર સારવાર ન મળે અને રસ્તામાં જ જો દર્દીની જાન જાય તો તેનો જવાબદાર કોણ?