નસવાડીમાં રહેતા ચિમનભાઇ ટેલરનું મૃત્યું 1 જાન્યુઆરી, 2012ના રોજ થયું હતું.8 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે તેના નામે ટ્રાફિક નિયમભંગના 2 ઈ-મેમો આવ્યા.

0
364
નસવાડીમાં રહેતા ચિમનભાઇ ટેલરનું મૃત્યું 1 જાન્યુઆરી, 2012ના રોજ થયું હતું.8 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે તેના નામે ટ્રાફિક નિયમભંગના 2 ઈ-મેમો આવ્યા.


વડોદરા ટ્રાફિક પોલીસના ઇ-મેમોમાં દેખાતા બાઇકનો માલિક કોણ છે તે તપાસનો વિષય


વર્ષ-2012માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે 2019 અને 2020માં 2 ઇ-મેમો આવ્યા
પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે, સાઇકલ ખરીદી શકે તેમ નથી, તો બાઇક ક્યાંથી ખરીદ્યુ હોય
નસવાડીમાં 8 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વડોદરા ટ્રાફિક પોલીસનો ઇ-મેમો મળતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે. આર્થિક રીતે પછાત આ પરિવારે ક્યારેય બાઇક ખરીદી જ નથી અને જેમના નામે ઇ-મેમો આવ્યો છે, તે પરિવારના મોભીનું 2012માં મૃત્યુ થયું હતું, ત્યારે હવે હેલ્મેટ ન પહેરવાના અને HSRP નંબર પ્લેટ ન લગાડવાના 2 મેમો ઘરે આવ્યા છે.એક મેમો 100 રૂપિયાનો અને બીજો 300 રૂપિયાનો આવ્યો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રહેતા ચિમનભાઇ ટેલરનું મૃત્યું 1 જાન્યુઆરી, 2012ના રોજ થયું હતું. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમને જિંદગીમાં ક્યારેય બાઇક ખરીદી નહોતી. તેમ છતાં GJ-06-BE-6038 નંબરની CBZ એક્સ્ટ્રીમ બાઇકનો વર્ષ-2019 અને 2020માં તેમના ઘરે વડોદરા ટ્રાફિક પોલીસના 2 ઇ-મેમો આવ્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરવાનો 100 રૂપિયાનો દંડ અને HSRP નંબર પ્લેટ ન લગાડવા બદલ 300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી મૃતક ચિમનભાઇના પુત્ર મહેશ ટેલર મેમો કઇ રીતે ભરશે તે બાબતે ચિંતિત બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here