નર્મદા જિલ્લામાં મેઘરાજાનો આજે પણ વિરામ જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો

0
225


નર્મદા જિલ્લામાં મેઘરાજાનો આજે પણ વિરામ
જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લાીમાં તા.૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોઇ, નર્મદા જિલ્લાામાં આજે પણ મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૨૬૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૩૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૩૫ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૬૮૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૬.૦૨ મીટર, કરજણ ડેમ-૧૧૨.૧૮ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૫.૬૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

બ્યુરો રિપોર્ટ:જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here